દિગ્ગજ ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ, ગાબા ટેસ્ટ બાદ ફેન્સને ચોંકાવી દીધા
Ravichandran Ashwin announces retirement from international cricket: ગાબા ટેસ્ટ બાદ ભારતીય ટીમના દિગ્ગજ સ્પિન બૉલર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અશ્વિને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. અશ્વિન એડિલેડ ટેસ્ટમાં રમતો જોવા મળ્યો હતો. જોકે, અશ્વિનને ગાબા ટેસ્ટમાં રમવાની તક મળી નહોતી. જોકે, મેચ દરમિયાન જ અશ્વિનના નિવૃત્તિના સંકેતો મળી ગયા હતા. ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી અને અશ્વિનની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં કોહલી અશ્વિનને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
ગાબા ટેસ્ટ વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે ડ્રો રહી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા સાથે અનુભવી સ્પિન બોલર આર. અશ્વિન પણ જોવા મળ્યો હતો. અશ્વિને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ ચાહકોને ઝટકો લાગ્યો હતો.
So it's Ravichandran Ashwin who is retiring. Thank you Ash anna for wonderful career. ❤️🇮🇳pic.twitter.com/tuRJZE0osw — Aryan (@264Mbps) December 18, 2024
So it's Ravichandran Ashwin who is retiring. Thank you Ash anna for wonderful career. ❤️🇮🇳pic.twitter.com/tuRJZE0osw
આ સીરિઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. જોકે, અશ્વિનને એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. એડિલેડ ટેસ્ટ અશ્વિનની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ, કારણ કે અશ્વિનને ગાબામાં રમવાની તક મળી નહોતી.
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏The ace spinner and #TeamIndia's invaluable all-rounder announces his retirement from international cricket.Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA — BCCI (@BCCI) December 18, 2024
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏The ace spinner and #TeamIndia's invaluable all-rounder announces his retirement from international cricket.Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA
આર. અશ્વિને ટીમ ઈન્ડિયા માટે તેની ક્રિકેટ કારકિર્દીમાં 106 ટેસ્ટ, 116 વન-ડે અને 65 T20 મેચ રમી હતી. આર અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ લીધી હતી. આ દરમિયાન 59 રનમાં 7 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
આ સિવાય તેણે બેટિંગ કરતા 3503 રન પણ બનાવ્યા હતા, જેમાં તેણે 6 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. અશ્વિને 116 વન-ડે મેચમાં 156 વિકેટ લીધી હતી અને બેટિંગ કરતા 707 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિને 65 T20 મેચમાં 72 વિકેટ લીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp