કેનેડાના નવા નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને થશે મુશ્કેલી! જાણો શું છે ટ્રૂડોનું નવું ફરમાન?

કેનેડાના નવા નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને થશે મુશ્કેલી! જાણો શું છે ટ્રૂડોનું નવું ફરમાન?

12/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડાના નવા નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને થશે મુશ્કેલી! જાણો શું છે ટ્રૂડોનું નવું ફરમાન?

Canada: કેનેડાએ પોતાના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ હોઇ શકે છે. જસ્ટિન ટ્રૂડો સરકારે પોતાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં સુધારો કર્યો છે, જે 2025થી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ, જો ઉમેદવારોને નોકરીની ઓફર કરવામાં આવે તો તેમને વધારાના પોઇન્ટ નહીં મળે.

કેનેડા સરકારનો દાવો છે કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA)ની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, આ ફેરફાર ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને પ્રમાણિક બનાવશે. વધુમાં, એ સુનિશ્ચિત કરશે કે કેનેડાને કુશળ કામદારો મળતા રહે.


LMIA અને નવા ફેરફારોની અસર

LMIA અને નવા ફેરફારોની અસર

LMIA એક પરમિટ છે, જે ઉમેદવારોને કેનેડામાં નોકરી મેળવવામાં મદદ કરે છે. જો કે, નવા નિયમો તમામ અરજદારોને લાગૂ પડશે. જે અરજદારોને પહેલાથી જ અરજી કરવા માટે નિમંત્રણ મળ્યું છે તેમને આની અસર થશે નહીં.

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં શું બદલાવ આવશે?

કાયમી નિવાસ માટે કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ એ મુખ્ય ઇમિગ્રેશન પ્રક્રિયા છે. આ સિસ્ટમ ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ જેવા પ્રોગ્રામનું સંચાલન કરે છે. આ સિસ્ટમ હેઠળ, ઉમેદવારોની પસંદગી પોઇન્ટના આધારે કરવામાં આવે છે. અગાઉ, ઉમેદવારોને નોકરીની ઓફર કરવામાં આવે તો તેમને વધારાના ગુણ આપવામાં આવતા હતા. હવે આ સુવિધા હટવાથી તે ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે, જેઓ કેનેડામાં નોકરી દ્વારા કાયમી નિવાસ મેળવવા માગે છે.


ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો પર શું અસર થશે?

ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો પર શું અસર થશે?

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. આ સાથે મોટી સંખ્યામાં ભારતીયો કામ અર્થે કેનેડા જાય છે. આ ફેરફારોની સીધી અસર ભારતીય સમુદાય પર પડશે, કારણ કે નોકરી માટે પોઇન્ટ ન મળવાથી કાયમી વસવાટની શક્યતા ઘટી શકે છે.

કેનેડા સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવા અને છેતરપિંડી ઘટાડવા માટે આ ફેરફાર જરૂરી છે. આ સાથે કેનેડાની અર્થવ્યવસ્થાને યોગ્ય અને કુશળ લોકો મળતા રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top