India Vs Australia: માત્ર 8 બૉલમાં આખી રમત કેવી રીતે પલટી? ભારતીય ટીમ એક જ ઝટકામાં બેક ફૂટ

India Vs Australia: માત્ર 8 બૉલમાં આખી રમત કેવી રીતે પલટી? ભારતીય ટીમ એક જ ઝટકામાં બેક ફૂટ પર આવી ગઇ

12/27/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

India Vs Australia: માત્ર 8 બૉલમાં આખી રમત કેવી રીતે પલટી? ભારતીય ટીમ એક જ ઝટકામાં બેક ફૂટ

India Vs Australiya Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ હતો અને બીજા દિવસની રમત સમાપ્ત થઇ ગઇ છે. એક સમય એવું લાગી રહ્યું હતું, આજનો દિવસ ભારતીય ટીમ માટે સારો રહેવાનો છે, પરંતુ ત્રીજા સત્રની છેલ્લી કેટલીક ઓવરોમાં ઓસ્ટ્રેલિયાએ બાજી ફેરવી નાખી.

વિરાટ કોહલી અને યશસ્વી જાયસ્વાલ વચ્ચેની 102 રનની ભાગીદારીના કારણે એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ ધીરે-ધીરે મેચ પર કબજો જમાવી રહી છે, પરંતુ માત્ર 8 બોલમાં જ આખી કહાની બદલાઇ ગઇ. 2 મોટા ઝટકાઓ સાથે ભારતીય ટીમ અચાનક બેક ફૂટ પર આવી ગઇ.


8 બૉલમાં રમત કેવી રીતે બદલાઇ?

8 બૉલમાં રમત કેવી રીતે બદલાઇ?

યશસ્વી જાયસ્વાલ અને વિરાટ કોહલી બીજા દિવસે શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યા હતા. જાયસ્વાલ ધીરે-ધીરે તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે રન લેવામાં મોટી ભૂલ થઇ ગઇ અને જાયસ્વાલે પોતાની વિકેટ ગુમાવવી પડી હતી. ત્યારબાદ પ્રશંસકોની નજર વિરાટ કોહલી પર ટકી હતી.

 વિરાટ પણ સારા ફોર્મમાં દેખાઇ રહ્યો હતો અને ધીરે-ધીરે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ સ્કોટ બૉલેન્ડના એક બૉલ પર કોહલી છેતરાઇ ગયો, જેના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. માત્ર 8 બૉલમાં જ ભારતીય ટીમે પોતાના 2 સેટ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ભારતીય ટીમ ફરી એકવાર બેકફૂટ પર આવી ગઇ હતી.


ભારતે બીજા દિવસે 164 રન બનાવ્યા હતા

ભારતે બીજા દિવસે 164 રન બનાવ્યા હતા

બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 164 રન બનાવી લીધા હતા. આ દરમિયાન ભારતે તેણે 5 વિકેટ પણ ગુમાવી દીધી હતી. હવે ભારતીય ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે, જાયસ્વાલ સિવાય ભારતીય ટીમનો ટોપ ઑર્ડર ફરી ફ્લોપ સાબિત થયો છે.

બીજા દિવસે બેટિંગ કરતા યશસ્વી જાયસ્વાલે સૌથી વધુ 82 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલી 36 રન, કે.એલ. રાહુલ 24, રોહિત શર્મા 3 અને આકાશ દીપ ખાતું ખોલ્યા વિના આઉટ થઇ ગયા હતા. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top