Gujarat: બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો થતા અધિકારીઓ દોડતા થયા

Gujarat: બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો થતા અધિકારીઓ દોડતા થયા

01/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો થતા અધિકારીઓ દોડતા થયા

Gas Line Leakage In Vadodara: વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની પાઇપ લાઇનનો બદલવાની બાકી હતી. દરમિયાન ગઈકાલે મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક જોરદાર ધડાકો થતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ધડાકાને કારણે બારીઓના કાચ ઉડીને 40-50 ફૂટ દૂર જઇ પડ્યા હતા. એટલું જ નહીં બાજુના મકાનોમાં રહેતા લોકોના ઇલેક્ટ્રિક સાધનો પણ ઉડી ગયા હતા. આ ઘટના અંગે ગેસ કંપનીને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ દોડી આવ્યા હતા. તપાસ કરતાં ત્રણથી ચાર જગ્યાએ ગેસ લીકેજજ હોવાનું જાણવા મળ્યું હતું.


તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો

તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બંધ મકાન દાંડિયા બજારમાં ક્લાસીસ ચલાવતા લુલાસરનું છે. સ્થાનિકોએ વડોદરા ગેસ કંપની દ્વારા ચાલતી ગેસ પાઇપલાઇન બદલવાની કામગીરીને લઇને અસંતોષ વ્યક્ત કર્યો હતો. અચાનક ધડાકો થતા જવાબદાર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેની જાણ કોન્ટ્રાક્ટરને થતા તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા. અને આ ઘટનાને લઇને તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. બનાવની જાણ વડોદરા ગેસ કંપનીને થતા તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો અને તપાસ કરતા આ લાઈન ઉપર 3-4 જગ્યાએ ગેસ લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઇ ગેસ કંપનીએ તપાસ હાથ ધરીને સમારકામ તાત્કાલિક કરવામાં આવ્યું હતું.

અગાઉ ભાવનગરમાં પણ ગેસ લીકેજની ઘટના બની હતી

થોડા દિવસ અગાઉ ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી કરતી વખતે ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું.અને બોરતળાવ જેવા ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં થોડો સમય સુધી નસ ભાગ મચી જવા પામી હતી. આ ધટનાની જાણ થતાની સાથેજ પોલીસ ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ઇમરજન્સી સવસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી હતી. જોકે મોટી દુર્ધટના ટળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top