વિશ્વમાં સૌથી મોંઘુ ચલણ કયું છે? તે ભારતીય રૂપિયા 281 બરાબર છે.
આરબ દેશોમાંથી એક કુવૈતનું ચલણ વિશ્વનું સૌથી મોંઘું ચલણ છે. કુવૈતનું ચલણ કુવૈતી દિનાર તરીકે ઓળખાય છે. આજના ભાવોના આધારે, 1 કુવૈતી દિનારનું મૂલ્ય 280.77 રૂપિયા બરાબર છે. આટલું જ નહીં, 1 કુવૈતી દિનારની કિંમત 3.24 યુએસ ડોલર બરાબર છે.ભારતના ચલણ રૂપિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. અમેરિકી ડોલર સામે ભારતનો રૂપિયો સતત ગગડી રહ્યો છે. મંગળવારે પણ ભારતીય રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 25 પૈસા ઘટીને રૂ. 86.56 (પ્રોવિઝનલ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
આરબ દેશોમાંથી એક કુવૈતનું ચલણ વિશ્વનું સૌથી મોંઘું ચલણ છે. કુવૈતનું ચલણ કુવૈતી દિનાર તરીકે ઓળખાય છે. આજના ભાવોના આધારે, 1 કુવૈતી દિનારનું મૂલ્ય 280.77 રૂપિયા બરાબર છે. આટલું જ નહીં, 1 કુવૈતી દિનારની કિંમત 3.24 યુએસ ડોલર બરાબર છે.
કુવૈતી દિનાર 1961 માં રજૂ કરવામાં આવ્યું હતું
તમને જાણીને નવાઈ લાગશે કે કુવૈતી દિનાર (KWD) વર્ષ 1961માં રજૂ કરવામાં આવ્યું હતું, તે પહેલા અહીંનું ચલણ ગલ્ફ રૂપિયો હતું. તે સમયે ગલ્ફ રૂપિયાની કિંમત ભારતીય રૂપિયાની બરાબર હતી. તમને જણાવી દઈએ કે કોઈપણ સ્થાનિક ચલણની કિંમત તે દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. એ જ રીતે, કુવૈતી દિનારનું મૂલ્ય કુવૈતની શક્તિશાળી અર્થવ્યવસ્થા વિશે બધું જ જણાવે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે વૈશ્વિક જોખમની ધારણા નબળી પડી છે, જેની અસર ભારતના ચલણ પર પણ પડી છે. પરંતુ આજે અમે દુનિયાની સૌથી મોંઘી કરન્સી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આજે ભારતીય રૂપિયો નબળા વલણ સાથે 86.53 પ્રતિ ડોલર પર ખુલ્યો છે.
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી મૂડીના સતત આઉટફ્લો અને તેલ આયાતકારો તરફથી ડોલરની માંગ તેમજ નબળા જોખમની ભૂખ વચ્ચે વિદેશી બજારમાં યુએસ ચલણ મજબૂત થવાને કારણે રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 86.53 પ્રતિ ડોલર પર નબળો ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ડોલર દીઠ 86.50ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ઘટીને 86.57 પ્રતિ ડોલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp