સુરત: બૂટની દુકાનના માલિક પર તલવારથી હુમલો, પોલીસે ગણતરીના કલાકોને આરોપીને દબોચ્યો, જુઓ વીડિયો
Surat News: સુરત ડાયમંડ નગરીના નામે પ્રખ્યાત છે અને અહીંના લોકોનો મિજાજ મોજીલો છે. પરંતુ હવે ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત આ શહેર ગુના નગરી તરફ પ્રસ્થાન કરી રહ્યું હોય તેવો ભાસ થઇ રહ્યો છે. શહેરમાં ગુનાઓની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અનુસંધાને સુરતના સચિન વિસ્તારમાં એક શૂઝની દુકાનમાં એક શખ્સ દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુકાનના માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ જતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સચિનમાં અમર શૂઝ નામની દુકાનના માલિક પર તલવારથી હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ જતા નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી દુકાન માલિક પર હુમલો કરીને ફરાર થઇ ગયો હતો, પરંતુ પોલીસે આ બનાવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો.
#Surat : શૂઝની દુકાનમાં અસામાજીક તત્વોએ કર્યો હતો તલવારથી હુમલો દુકાન માલિક પર કરાયો હતો જીવલેણ હુમલો ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતોઘટના બાદ ફરાર હુમલાખોરની સચિન પોલિસે કરી ધરપકડ પોલીસ દ્વારા ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું… pic.twitter.com/7XUXxDmDAK — Benefit News (@BenefitNews24) January 28, 2025
#Surat : શૂઝની દુકાનમાં અસામાજીક તત્વોએ કર્યો હતો તલવારથી હુમલો દુકાન માલિક પર કરાયો હતો જીવલેણ હુમલો ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતોઘટના બાદ ફરાર હુમલાખોરની સચિન પોલિસે કરી ધરપકડ પોલીસ દ્વારા ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું… pic.twitter.com/7XUXxDmDAK
ધરપકડ બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દુકાન માલિકના સ્વાસ્થ્ય પર પણ નજર રાખી રહી છે. શૂઝના માલિક પર તલવાર વડે હુમલો કેમ કરવામાં આવ્યો તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp