સુરતમાં આ શું થવા બેઠું છે! મોડી રાત્રે ૩ ઇસમોએ ઘરમાં ઘૂસીને પતિને બંધક બનાવ્યો અને પછી પત્નીને...
Gang Rape in Surat: સુરતમાં હવે લોકોની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અહીં હવે ગુનાહિત ઘટનાઓ સામાન્ય થઇ ગઈ હોય તેવું લાગે છે. પુણા વિસ્તારમાં ગીતાનગર સોસાયારીમાં મોડી રાત્રે 3 ઇસમો એક દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને બંધક બનાવી દીધો હતો. ત્યારબાદ પત્નીને ઢસડીને ધાબા પર લઇ ગયા અને વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આ નરાધમોએ દુષ્કર્મની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો.
મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરનું રહેવાસી દંપતી પુણા ગામ સીતાનગર ચાર રસ્તા પાસે ગીતાનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. મકાનની નીચે કારખાનું ચાલે છે. પતિ લેસ પટ્ટીના કારખાનામાં કામ કરે છે. ગત રાત્રે દંપતી જ્યારે જમીને ઉંઘી ગયું હતું ત્યારે મોડી રાત્રે લગભગ 3:૦૦ વાગ્યે 3 ઇસમોએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતીએ કોણ હોવાનું પૂછતા આ હેવાનોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ નાકાબધારી ૩ લોકો ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
બદમાશોને જોઈને દંપતી ગભરાઈ ગયું હતું. આ દરમિયાન એક હેવાને પતિને દુપટ્ટા વડે બાંધી દીધો હતો અને અન્ય 2 ઇસમો પત્નીને ઢસડીને ધાબા પર લઇ ગયા અને બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ બંને નીચે આવ્યા અને પછી જતી વખતે 30 હજાર રોકડા, મોબાઇલ અને 2 સોનાના બ્રેસલેટ લઈને ફરાર થઇ ગયા હતા. આ બદમાશોએ દંપતીને ધમકાવ્યું હોવાથી કોઈ બૂમાબૂમ કરી નહોતી અને ઘટનાના 7 કલાક બાદ સવારે પોલીસને જાણ કરતા પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે નજીકના CCTV ફૂટેજની તપાસ કરતા 2 અજાણ્યા ઇસમોની અવરજવર નજરે પડી હતી. મહિલાની પુછપરછ દરમિયાન તેણે એક યુવાન આ વિસ્તારમાં આવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રેપ અને લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ 3 ગુનેગારોમાંથી પોલીસે એકની અટકાયત કરી છે જ્યારે અન્ય 2 ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસને તપાસ દરમિયાન જે આરોપીઓના નામ જાણવા મળ્યા છે તે રીઢા ગુનેગાર છે. આ આરોપીઓ એકલા રહેતા દંપતીને ટાર્ગેટ કરીને આવું કૃત્ય કરવાની ટેવ ધરાવે છે અને વરાછા વિસ્તારમાં રહે છે. અગાઉ પણ આ આરોપીઓ આજુબાજુમાં રહેતા ઘણા લોકોને ટારગેટ કરી ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp