શું આયરલેન્ડની છોકરી બનશે ધવનની પાર્ટનર? જાણો શું કામ કરે છે આ 'મિસ્ટ્રી ગર્લ'

શું આયરલેન્ડની છોકરી બનશે ધવનની પાર્ટનર? જાણો શું કામ કરે છે આ 'મિસ્ટ્રી ગર્લ'

02/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

શું આયરલેન્ડની છોકરી બનશે ધવનની પાર્ટનર? જાણો શું કામ કરે છે આ 'મિસ્ટ્રી ગર્લ'

Shikhar Dhawan: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ માટે દુબઈ પહોંચ્યો હતો. આ મેચ દરમિયાન ધવન એક 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો હતો. એવી અફવા છે કે ધવન આ છોકરીને ડેટ કરી રહ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી છે. પરંતુ ધવને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અહેવાલો અનુસાર, ધવન સાથે જોવા મળતી છોકરી આયર્લેન્ડની છે.

ધવને ઘણી વખત ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે ધવન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે દુબઈમાં છે. તે ટૂર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે. મેચ દરમિયાન ધવન એક છોકરી પાસે બેઠો જોવા મળ્યો હતો. આજતકના એક રિપોર્ટ મુજબ, ધવનની બાજુમાં બેઠી છોકરીનું નામ સોફી સાઇન છે. સોફી આયર્લેન્ડની છે અને વ્યવસાયે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.


ધવનના તેની પત્નીથી છૂટાછેડા થઈ ગયા છે

ધવનના તેની પત્નીથી છૂટાછેડા થઈ ગયા છે

શિખર ધવનના છૂટાછેડા થઈ ગયા છે. તેણે પોતાના કરતા 10 વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કર્યા હતા. ધવન અને આયેશા મુખર્જીના લગ્ન 2012માં થયા હતા. પણ હવે તેઓ અલગ થઈ ગયા છે. ધવન અને આયેશાને એક દીકરો પણ છે. તેનું નામ જોરાવર છે.

ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો. શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. ભારતનો આગામી મેચ પાકિસ્તાન સાથે છે. રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top