ફરી ગ્રીષ્મા કાંડ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ, સગીરાને ગળામાં ટૂંપો દઇને ગળામાં ચપ્પુ માર્યો
થોડા દિવસ અગાઉ જ એક યુવકે માંગરોળના બોરિયા ગામની એક યુવતીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડની યાદ તાજી કરાવી દીધી હતી. હવે પલસાણાથી એક એવી જ ઘટના સામે આવી છે. અહીં પણ સગીરાનું ગળું ચપ્પુ વડે કારવામાં આવ્યું હતું અને પછી રેલવે ફાટક પાસે તરછોડી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના લખનૌની રહેવાસી 16 વર્ષીય સગીરા ગોરખપુર સ્ટેશન પર ચંદન સાહૂ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. સોશિયલ મીડિયા થકી તેમની વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ચંદન સાહૂએ લગ્નની લાલચ આપીને સગીરાને 4 મહિના અગાઉ સુરત બોલાવી હતી. સગીરા ટ્રેનમાં સુરત પહોચી અને ત્યાંથી ચંદન સાહૂ તાતીથૈયામાં આવેલા મિત્રના રૂમ પર લઇ ગયો હતો. ચંદન તાતીથૈયાની એક ડાઈંગ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં કામ કરતો હતો.
સગીરાએ જ્યારે ચંદન પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થઇ ગયો. ત્યારબાદ ચંદન તેના ૩ મિત્રો સાથે મળીને સગીરાને બગુમરા લઇ ગયો હતો. ત્યાં તેમને મફલર વડે સગીરાનું ગળું ટૂંપાવ્યું અને ગળાના ભાગે છરી મારી ઈજાગ્રસ્ત કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ અર્ધબેભાન અવસ્થામાં રેલવે ફાટક નજીક છોડીને ભાગી ગયા હતા.
સગીરા કોઈક રીતે બગુમરા રેલવે ફાટક સુધી પહોચવામાં સફળ રહી. જ્યાં ગેટમેને તેની મદદ કરી અને 108 બોલાવી હતી. સગીરાને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. પલસાણા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તરત જ તપાસ હાથ ધરી. સગીરાએ ઇશારાથી પરિચિતનો મોબાઈલ નંબર આપ્યો, જેના આધારે ટેક્નિકલ ડેટા અને બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી હતી. પલસાણા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp