ઓછા ખર્ચે મહાકુંભમાં, ગુજરાત સરકાર દોડાવશે ખાસ બસ, હર્ષ સંઘવીએ ટૂર પેકેજ કર્યું લોન્ચ

ઓછા ખર્ચે મહાકુંભમાં, ગુજરાત સરકાર દોડાવશે ખાસ બસ, હર્ષ સંઘવીએ ટૂર પેકેજ કર્યું લોન્ચ

01/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓછા ખર્ચે મહાકુંભમાં, ગુજરાત સરકાર દોડાવશે ખાસ બસ, હર્ષ સંઘવીએ ટૂર પેકેજ કર્યું લોન્ચ

Harsh Sanghavi: અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો માહોલ છે. ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા માટે સાધુ-સંતો સહિત દેશ-વિદેશના શ્રદ્વાંળુ ઉમટી રહ્યા છે. 13 જાન્યુઆરીથી આ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. તો આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાં નિમિત્તે બીજું શાહી સ્નાન થવા જઈ રહ્યું છે. એ અગાઉ ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેના માટે ટૂર પેકેજ પણ લોન્ચ કર્યું છે. ચાલો જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટૂર પેકેજમાં કેટલા રૂપિયામાં તમે મહાકુંભની યાત્રા કરી શકશો. અને ક્યાંરે સરકાર દ્વારા બસને લીલી ઝંડી આપવામાં આવશે.


માત્ર 8100 રૂપિયામાં મહાકુંભની યાત્રા

માત્ર 8100 રૂપિયામાં મહાકુંભની યાત્રા

આ ટૂર પેકેજ લોન્ચ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી લગાવવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના તમામ શ્રદ્ધાળુંઓ માટે ગુજરાત ટૂરિઝ્મ અને GSRTCએ એક નિર્ણય લીધો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વૉલ્વોની શરૂઆત કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે.

મુખ્યમંત્રી દ્વારા કુંભ જવા માટેની યાત્રાનું પેકેજ 3 રાત અને 4 દિવસના આ પેકેજમાં યાત્રીઓએ માત્ર 8100 રૂપિયા ચૂકવવા પડશે. પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખૂબ લાબું અંતર છે. તેથી આને ધ્યાનમાં રાખી લોકો બુકિંગ કરાવે. કુંભ રહેવાની વ્યવસ્થા પણ  જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ટૂરિઝ્મે પહેલાથી વ્યવસ્થા કરી છે.

તેમણે ટ્વીટ કરતા એમ પણ કહ્યું કે, હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુંઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ AC વૉલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top