સુરત: માનવતાને શરમશાર કરતી ઘટના, માથાભારે શખ્સે એક યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો
Surat News: મોજીલા સુરતીલાલાઓના સુરતને હવે કોઈકની નજર લાગી ગઈ છે. ઉત્તરોત્તર ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. સરકાર દ્વારા કરતા મહિલા સુરક્ષાઓના દાવા ફક્ત પોકળ હોય તેવો ભાસ થઇ રહ્યો છે. અને તેને પુરવાર કરતી ઘણી ઘટનાઓ બનવા પામી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ એક શરમજનક ઘટના બની છે, જેમાં એક માથાભારે શખ્સે એક યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ શખ્સ સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એક બિહારી પરિવારભેસ્તાનના ગોલ્ડન આવાસમાં ભાડેથી રહે છે. આ પરિવારની મહિલા દુકાનેથી દૂધ લઈને ઘરે આવી રહી હતી ત્યારે આવાસમાં રહેતી સુનેરા સલમાન પીંજારીએ કહ્યું હતું કે, તમારી પુત્રી યુવાન સાથે જાહેરમાં કિસ કરી રહી હતી. એટલે મહિલાએ ઘરે જઈને પુત્રીને ઠપકો આપ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે તેણે યુવાનને કિસ કરી નથી, પરંતુ તે માત્ર ખભા પર હાથ મુકીને ચાલી રહ્યો હતો. જો કે, ત્યારબાદ સુનેરા અને તેની માતાએ બિહારી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સુનેરાનો પતિ, ભાઈ અને પિતા યુસુફ ઊર્ફ યુનુસ ટેણી ઘરમાં ઘૂસી ગયા અને આ બધાએ બિહારી પરિવાર સાથે મારામારી કરી હતી.
એ સિવાય સુનેરાના પતિ અને ભાઇએ યુવતીને નીચે પાડી દીધી હતી અને પાયજામો ખેંચી કાઢી નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી. પોલીસે છેડતીનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બિહારી પરિવાર પર હુમલો કરનાર યુનુસ ટેણી રીઢો ગુનેગાર છે, તેણે 2 મહિના અગાઉ ઉનના રેશમનગર પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને પોતાની કાર વડે PCR વાનને 2 વખત ટક્કર મારીને કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પાસા એક્ટ હેઠળ તેને કસ્ટડીમાં લીધો હતો, પરંતુ પૈસાનો પાવર બતાવી છૂટી ગયો હતો, હવે તેણે ફરી આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp