દિલ્હીના રોહિણીમાં લાગેલી ભીષણ આગમાં 800થી વધુ ઝૂંપડા બળીને થયા રાખ, 2 બાળકોના દર્દનાક મોત, જુઓ

દિલ્હીના રોહિણીમાં લાગેલી ભીષણ આગમાં 800થી વધુ ઝૂંપડા બળીને થયા રાખ, 2 બાળકોના દર્દનાક મોત, જુઓ વીડિયો

04/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના રોહિણીમાં લાગેલી ભીષણ આગમાં 800થી વધુ ઝૂંપડા બળીને થયા રાખ, 2 બાળકોના દર્દનાક મોત, જુઓ

રવિવારે સવારે દિલ્હીના રોહિણીના સેક્ટર 17ની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 બાળકો દાઝી જતા મોત થઈ ગયા, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગના કર્મચારીઓએ 3 કલાકના અથાક પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઇ લીધી હતી, પરંતુ ઘટનાસ્થળે હજુ પણ કૂલિંગ ઓપરેશન ચાલુ છે.


ઘટનાસ્થળેથી 2.5 વર્ષ અને 3 વર્ષના 2 બાળકોના બળી ગયેલા મૃતદેહ મળી આવ્યા

ઘટનાસ્થળેથી 2.5 વર્ષ અને 3 વર્ષના 2 બાળકોના બળી ગયેલા મૃતદેહ મળી આવ્યા

રોહિણીના ડેપ્યુટી પોલીસ કમિશનર અમિત ગોયલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી 2.5 વર્ષ અને 3 વર્ષના 2 બાળકોના બળી ગયેલા મૃતદેહ મળી આવ્યા છે. DFSના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણ સવારે 11:55 વાગ્યે કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે સેક્ટર 17માં શ્રીનિકેતન એપાર્ટમેન્ટ પાસે આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે તાત્કાલિક 17 ફાયર વિભાગની ગાડીઓ મોકલી હતી. ભીષણ આગની માહિતી મળ્યા બાદ વધુ વાહનો અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.


800થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ

800થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ

અધિકારીએ જણાવ્યું હતું કે રોહિણી વિસ્તારમાં લાગેલી આગને કારણે લગભગ 5 એકરમાં ફેલાયેલી 800થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. જ્યારે અગ્નિશામકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઊડી રહ્યા હતા. DFSના અધિકારીએ જણાવ્યું હતું કે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં છે. ફાયર વિભાગની સાથે, પોલીસની ઘણી ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. DFSના જણાવ્યા અનુસાર, આગ પહેલા એક ઝૂંપડપટ્ટીમાં લાગી હતી અને તરત જ તેણે આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top