બસ.. નીકળી ગઈ પાકિસ્તાનની હેકડી? પહેલગામ આતંકી હુમલા પર નરમ પડ્યા શાહબાજ શરીફ, બોલ્યા- ‘પહેલગામ આતંકી હુમલાની..’
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને દબાવ પડવાને કારણે પાકિસ્તાનની હેકડી નીકળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાની 'તટસ્થ અને પારદર્શક' તપાસમાં સામેલ થવાની રજૂઆત કરી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ખૈબર-પખ્તુનખ્વાના કાકુલમાં પાકિસ્તાન સૈન્ય એકેડેમીમાં આર્મી કેડેટ્સની પાસિંગ-આઉટ પરેડને સંબોધિત કરતા કહ્યું કે, પહલગામમાં તાજેતરમાં થયેલી દુર્ઘટના સતત દોષારોપણની રમતનું વધુ એક ઉદાહરણ છે, જેનો સંપૂર્ણપણે અંત લાવવો જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા ચાલુ રાખીને, પાકિસ્તાન કોઈપણ તટસ્થ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં હિસ્સો લેવા તૈયાર છે. આ સાથે, શાહબાઝ શરીફે ધમકીભર્યો સ્વર અપનાવતા કહ્યું કે, જો ભારત દ્વારા પોતાના હિસ્સાનું પાણી રોકી દેવામાં આવશે તો તેઓ તમામ વિકલ્પો અપનાવશે. પાણી આપણી જીવનરેખા અને એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત છે અને તેની ઉપલબ્ધતાનું રક્ષણ દરેક કિંમતે અને દરેક પરિસ્થિતિમાં કરવામાં આવશે.
શાહબાઝ શરીફે કહ્યું કે, ‘શાંતિ અમારી પ્રાથમિકતા છે. પાકિસ્તાન કોઈપણ તટસ્થ અને વાતચીતમાં હિસ્સો લેવા તૈયાર છે. અમે અમારી અખંડિતતા અને સુરક્ષા સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. કોઈએ પણ કોઈપણ પ્રકારના ખોટા આરોપ હેઠળ ન રહેવું જોઈએ, કારણ કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર સશસ્ત્ર દળો કોઈ પણ દુસ્સાહસ વિરુદ્ધ છે. સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકતથી જવાબ આપવામાં આવશે.
આ અગાઉ પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, ક્યાં તો સિંધુ નદીમાં પાણી વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી અમારી છે અને અમારી જ રહેશે. સખરમાં સિંધુ નદીના કિનારે એક જાહેર સભાને સંબોધતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, ‘હું સિંધુ નદી પાસે ઊભા રહીને સ્પષ્ટપણે કહેવા માગુ છું કે સિંધુ નદી આપણી હતી, અને આપણી જ રહેશે. ક્યાં તો આપણું પાણી આ નદીમાંથી વહેશે, અથવા જે આપણો હિસ્સો છીનવી લેવા માગે છે તેનું લોહી વહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp