Video: પહેલગામ હુમલા બાદ ખાલિસ્તાની આતંકીએ ઓક્યૂ ભારત વિરુદ્ધ ઝેર; બોલ્યો- ‘ભારતીય સેનાને..’

Video: પહેલગામ હુમલા બાદ ખાલિસ્તાની આતંકીએ ઓક્યૂ ભારત વિરુદ્ધ ઝેર; બોલ્યો- ‘ભારતીય સેનાને..’

04/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: પહેલગામ હુમલા બાદ ખાલિસ્તાની આતંકીએ ઓક્યૂ ભારત વિરુદ્ધ ઝેર; બોલ્યો- ‘ભારતીય સેનાને..’

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પાકિસ્તાનને પોતાનું સમર્થન  આપ્યું છે. તેણે કહ્યું કે તે ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો નહીં કરવા દે. પન્નૂએ એવો પણ દાવો કર્યો હતો કે ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનને શંકા છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તેના પર હુમલો કરી શકે છે.


'જે હુમલો કરે છે તેનો અંત ખરાબ આવે છે': પન્નૂ

'જે હુમલો કરે છે તેનો અંત ખરાબ આવે છે': પન્નૂ

Geo ટી.વી. અનુસાર, પન્નૂએ કહ્યું કે, ‘અમે ભારતીય સેનાને પંજાબમાંથી પસાર નહીં થવા દઈએ, જેથી તેઓ પાકિસ્તાન પર હુમલો કરે. ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. અમે, 2 કરોડ શીખ  પાકિસ્તાન સાથે પથ્થરની જેમ ઉભા છીએ. તેણે આરોપ લગાવ્યો કે, ભારતમાં શીખ અને અન્ય લઘુમતીઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. હવે સમય બદલાઈ ગયો છે, આ 2025 છે, 1965 કે 1971 નહીં.’

પોતાના નિવેદનમાં પન્નૂએ કહ્યું કે પાકિસ્તાનનું નામ જ પવિત્રતાનું પ્રતીક છે અનેતેની પરંપરા છે કે તેઓ ક્યારેય હુમલો કરતા નથી. તેણે ચેતવણી આપી હતી કે, ‘જે હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે. પછી ભલે તે ઇન્દિરા ગાંધી હોય, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ. તેણે કહ્યું કે તેઓ મોદી, ડોભાલ, અમિત શાહ અને જયશંકરને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સજા અપાવશે. પન્નૂએ આરોપ લગાવ્યો કે ભારતે રાજકીય લાભ માટે પહેલગામમાં પોતાના જ હિન્દુઓની હત્યા કરી છે.


આ ઘટના 22 એપ્રિલના રોજ પહેલગામમાં બની હતી

આ ઘટના 22 એપ્રિલના રોજ પહેલગામમાં બની હતી

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં થયેલા પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલગામમાં લોકો પર હુમલો કરનારા આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top