સુરતના યુવાનોને શ્રીનગરમાં થયો કડવો અનુભવ, બોલ્યા- ‘સ્થાનિકો પાકિસ્તાન અને આતંકવાદ..’

સુરતના યુવાનોને શ્રીનગરમાં થયો કડવો અનુભવ, બોલ્યા- ‘સ્થાનિકો પાકિસ્તાન અને આતંકવાદ..’

04/28/2025 Gujarat

ઉમા પરમાર

ઉમા પરમાર
ગેસ્ટ કોલમિસ્ટ

સુરતના યુવાનોને શ્રીનગરમાં થયો કડવો અનુભવ, બોલ્યા- ‘સ્થાનિકો પાકિસ્તાન અને આતંકવાદ..’

પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ પૂછી પૂછીને ગોળી મારી, જેમાં 26 લોકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટના બાદ આખા દેશમાં આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર આ બંને વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે સુરતના 4 યુવાનો આ ઘટનાનો વિરોધ કરવા માટે લાલચોક પહોચ્યા હતા જેમને કડવો અનુભવ થયો છે.


સુરતી યુવાનોએ સ્થાનિકો સાથે વાત કરી

સુરતી યુવાનોએ સ્થાનિકો સાથે વાત કરી

આ યુવાનોએ પહેલગામમાં થયેલા હુમલા બાદ તેનો વિરોધ કરવા કશ્મીર પહોચીને લાલચોક પર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. સાથે જ ‘મેન હિન્દુ હું, માર દો ગોળી લખેલી ટી-શર્ટ પહેરીને આ ચારેય યુવકો અત્યંત સંવેદનશીલ ગણાતા લાલચોક પર વંદે માતરમના નારા લગાવ્યા હતા અને મેસેજ પહોચાડ્યો કે પાકિસ્તાન અને આતંકવાદીઓના ઈરાદા સફળ નહીં થવા દઈએ. જો કે આ યુવકોને સ્થાનિકો પાકિસ્તાન તરફી છે અને આતંકવાદઓ માટે પણ કુણી લાગણી ધરાવતા હોય તેવો અનુભવ થયો. સ્થાનિકો બંને વિરુદ્ધ હરફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. જ્યારે યુવકોએ સવાલ કર્યા તો સ્થાનિકોએ પહેલા તો પહેલગામ આતંકી હુમલો ભારતનું પોલિટિકલ ષડયંત્ર બતાવ્યુ, પરંતુ જ્યારે વધુ સવાલો કર્યા અને પાકિસ્તાન તેમજ આતંકવાદીઓનો વાંક આવ્યો ત્યારે સ્થાનિકોની બોલતી બંધ થઈ ગઈ.

અજય સિંહે જણાવ્યુ કે, 2 દિવસમાં અમે ઘણા સ્થાનિકોને મળ્યા અને વાતચીત કરી. આ હુમલા અંગે તેમને પુછ્યું ત્યારે તમામ એવું કહેતા હતા કે આ તો ભારતનું પોલિટિકલ ષડયંત્ર હોય શકે છે. ઘણા સ્થાનિકોને તો આ હુમલાનું કે 28 લોકોના મોતનું દુઃખ જ નથી. તેમનું કહેવું છે કે આવું થયું હશે અને થતું રહે છે. તેમણે જ્યારે કેટલાક લોકો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને કહ્યું કે પાકિસ્તાન પ્રેરિત જ હુમલો હતો તો ત્યાંના સ્થાનિક લોકોની બોલતી બંધ થઈ ગઈ. આગળ કશું જ ન બોલ્યા. આ યુવાનોને સ્થાનિકો સાથે ચર્ચા બાદ એવું લાગ્યું કે સ્થાનિકોને આતંકવાદીઓ પ્રત્યે કુણી લાગણી હશે. તેમનું પાકિસ્તાન તરફી વલણ દેખાયું. સ્થાનિકો તો ઠીક, સ્થાનિક પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી. સુરતી યુવકોની હિન્દુ લખેલી ટી-શર્ટ પર વાંધો ઉઠાવ્યો.


હરિયાણાની યુવક-યુવતીને પણ એવો જ અનુભવ થયો

હરિયાણાની યુવક-યુવતીને પણ એવો જ અનુભવ થયો

આવો જ અનુભવ કંઈક હરિયાણાના યુવક-યુવતીને પણ થયો. તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક કહે છે અમે આવી ગયા છીએ લાલચોક અને અહીથી સીધા ઘરે જઈશું. જિંદગીમાં પહેલી વખત કાશ્મીર આવ્યો અને આ છેલ્લી જ વખત છે. હવે જિંદગીમાં મોત થાય તે પહેલા ક્યારેય અહી નહીં આવું. તેનું એક કારણ છે અહીના લોકોની માનસિકતા બદલાઈ નથી. અહી ખૂબ જ ખરાબ વિચાર છે. તેણે એક નાના છોકરાની વાત કહી, જેમાં એક નાનું બાળક પાકિસ્તાન જિંદાબાદ અને હિંદુસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યું હતું. એક વીડિયોમાં આજ યુવક યુવતીઓ કહી રહ્યા છે કે અહીના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાઈ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top