Video: ટ્રમ્પ પત્નીના અંડરગાર્મેન્ટ્સ પર ખુલ્લેઆમ ચર્ચા કરવા લાગ્યા, જાણો ક્યારે-ક્યારે અમેરિકન

Video: ટ્રમ્પ પત્નીના અંડરગાર્મેન્ટ્સ પર ખુલ્લેઆમ ચર્ચા કરવા લાગ્યા, જાણો ક્યારે-ક્યારે અમેરિકન રાષ્ટ્રપતિના હોશ ગુમાવી બેઠા?

12/24/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: ટ્રમ્પ પત્નીના અંડરગાર્મેન્ટ્સ પર ખુલ્લેઆમ ચર્ચા કરવા લાગ્યા, જાણો ક્યારે-ક્યારે અમેરિકન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત અસંગત ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા છે. તેઓ ફરી એકવાર એક રેલી દરમિયાન આવું જ કંઈક કરતા દેખાયા. તેઓ મોંઘવારી અંગે લોકોની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે સ્ટેજ પર આવ્યા હતા, પરંતુ અચાનક તેમણે તેમની પત્નીના અંડરગાર્મેન્ટ્સ અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું. તેમણે તેમની પત્નીના કપડા અને ખાનગી વસ્તુઓને લઈને એવી એવી વાતો કરી નાખી કે તેમના સમર્થકો પણ આજુબાજુ જોવા લાગ્યા. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવી અસંગત ટિપ્પણીઓ કરી હોય; તેમણે અગાઉ પણ અર્થહીન ટિપ્પણીઓથી લોકોને હેરાન કર્યા છે.


ટ્રમ્પે પત્ની વિશે શું કહ્યું?

ટ્રમ્પે પત્ની વિશે શું કહ્યું?

ઉત્તર કેરોલિનામાં તાજેતરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે તેમની પત્ની અને અમેરિકન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના અંડરગાર્મેન્ટ્સ વિશે વાત કરવા લાગ્યા હતા. ટ્રમ્પ 2022માં તેમના ઘરે FBIના દરોડાની વાત કરી રહ્યા હતા, જે ગુપ્ત સરકારી દસ્તાવેજોના ગેરરીતિના આરોપો સાથે સંબંધિત હતો. આ દરોડા પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્રમ્પે FBIને ફેડરલ એજન્ટ ગણાવતા કહ્યું કે, તેઓ મેલાનિયાના કબાટ સુધી પહોંચી ગયા હતા. મેલાનિયા પોતાના અન્ડરગારમેંટ્સને સારી રીતે રાખે છે, જેમ કે અત્યારે જ સ્ટીમ કરીને રાખ્યા હોય. તે પોતાના સામાનને ખૂબ જ વ્યવસ્થિત રાખે છે.


પુત્રી પર પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદન

પુત્રી પર પણ આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદન

ઘણા વર્ષો પહેલા તેમણે પોતાની પુત્રી, ઇવાન્કાને લઈને એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. ટ્રમ્પ તેમની પુત્રી સાથે એક ટોક શૉમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે મજાક-મજાકમાં એક ટિપ્પણી કરી હતી જેનાથી ભારે હોબાળો થયો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જો તે મારી પુત્રી ન હોત, તો હું તેની સાથે ડેટ કરતો હોત.’ તેઓ ઘણી વખત દીકરીના ફિગર પર પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.

આ અગાઉ, તેઓ આજકાલ ન્યૂઝ રિપોર્ટર્સ પર ખૂબ ગુસ્સો કરી રહ્યા છે. તેમણે એક વખત એક મહિલા ન્યૂઝ રિપોર્ટરને ‘પિગી કહીને બોલાવ્યા હતા. ટ્રમ્પે ગુસ્સામાં કહી દીધું હતી પિગી, ચૂપ રહો!’ આટલું જ નહીં ટ્રમ્પ ઘણા પ્રસંગોએ ખુલ્લેઆમ પત્રકારોને દુર્વ્યવહાર કરતા જોવા મળ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top