લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અને હાફિઝ સઈદના નજીકના સાથીને અજાણ્યા ઇસમે પતાવી દીધો, જુઓ

લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અને હાફિઝ સઈદના નજીકના સાથીને અજાણ્યા ઇસમે પતાવી દીધો, જુઓ વીડિયો

03/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અને હાફિઝ સઈદના નજીકના સાથીને અજાણ્યા ઇસમે પતાવી દીધો, જુઓ

Hafiz Saeeds terrorist outfits financer Abdul Rehman killed in Pakistan: પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો સતત ખાત્મો બોલાવાઈ રહ્યો છે. થોડા અઠવાડિયા અગાઉ 26/1નો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના નજીકના સાથી અબૂ કતાલને કેટલાક લોકોએ ગોળી મારી દીધી હતી, જેમાં તેનું મોત થઇ ગયું હતું, જ્યારે હાફિઝ સઈદ પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે હાફિઝ સઈદના વધુ એક નજીકના સાથીને કોઈક અજાણ્યા ઇસમે મોતને ઘાટ ઉતારી દીધો છે. ભારતના દુશ્મનોને પાકિસ્તાનમાં કોણ ઠોકી રહ્યું છે, એ પાકિસ્તાનની જાસૂસી એજન્સી પણ શોધી શકી નથી.


અબ્દુલ રહેમાનને લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો

અબ્દુલ રહેમાનને લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો

પાકિસ્તાનના કરાચીમાં એક બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આતંકવાદી હાફિઝ સઈદનો સંબંધી અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાચીમાં એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. એવું કહેવામાં આવે છે કે અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન લશ્કર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરતો હતો. જેટલા પણ ફંડ કલેક્ટર કરાચીમાં ભંડોળ એકત્ર કરવાનું કામ કરતા હતા, એ બધા બધા અબ્દુલ રહેમાન પાસે આવીને ભંડોળ જમા કરાવતા હતા, અને ત્યાંથી ભંડોળ આગળ વધતું.

છેલ્લા કેટલાક વર્ષોથી, આતંકવાદનો માસ્ટર પાકિસ્તાન ખૂબ જ પરેશાન છે. એક તરફ, બલુચિસ્તાનમાં, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના બળવાખોરો સતત પાકિસ્તાની સેનાને ઠોકી રહ્યા છે. તો, શાહબાઝ શરીફના દેશમાં, અજાણ્યા લોકો ભારતના દુશ્મનોને એક પછી એક મોતને ઘાટ ઉતારી રહ્યા છે. હાફિઝ સઈદના નજીકના સાથીને નિશાન બનાવનાર વ્યક્તિને ન તો કોઈએ જોયો છે અને ન તો કોઈ તેને ઓળખે છે.


દુકાને આવીને આતંકીને ઠોક્યો

દુકાને આવીને આતંકીને ઠોક્યો

CCTV કેમેરામાંથી જે તસવીર બહાર આવી રહી છે, તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાનમાં ઉપસ્થિત અબ્દુલ રહેમાન પાસેથી આવ્યો અને તેને ગોળી મારીને ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો. હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. તાજેતરમાં, અજાણ્યા બંદૂકધારીઓએ ફૈઝલ નદીમ ઉર્ફે અબૂ કતાલ સિંધીની હત્યા કરી હતી. એવો દાવો કરવામાં આવે છે કે અબૂ કતાલ આતંકવાદી હાફિઝ સઈદનો ભત્રીજો છે. નકાબધારી અજાણ્યા બંદૂકધારીઓએ શનિવારે રાત્રે 8 વાગ્યે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

સેના અધિકારીઓને ઠોકી ચૂક્યા છે હુમલાખોર

આ અગાઉ માર્ચની શરૂઆતમાં, પાકિસ્તાન આર્મી સાથે જોડાયેલા ISPR અધિકારી મેજર દાનિયાલની પેશાવરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. તે 17 ઓગસ્ટ, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીરના બારામૂલામાં ભારતીય સૈન્ય કાફલા પર થયેલા ઘાતક હુમલાનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેજર દાનિયાલને પેશાવરમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ નિશોન બનાવ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ આ હુમલા પાછળ કોણ છે તે અંગે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થામાં મૂંઝવણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top