ઈદના દિવસે ઘણી જગ્યાએ થઇ અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત; જુઓ વીડિયો

ઈદના દિવસે ઘણી જગ્યાએ થઇ અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત; જુઓ વીડિયો

03/31/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઈદના દિવસે ઘણી જગ્યાએ થઇ અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત; જુઓ વીડિયો

ઈદ નિમિત્તે આજે સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરી રહ્યા છે. તો, ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએથી મારામારીથી તણાવ ઉત્પન્ન થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ ઇદના દિવસે આજે ક્યાં ક્યાં અથડામણ થઇ.


ઉત્તર પ્રદેશમાં બાળકોને કારણે 2 જૂથો વચ્ચે અથડામણ:

ઉત્તર પ્રદેશમાં બાળકોને કારણે 2 જૂથો વચ્ચે અથડામણ:

મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારના સિવાલખાસ શહેરમાં, મુસ્લિમ સમુદાયના 2 જૂથો વચ્ચે ભીષણ લડાઈ બાદ ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસમાં લાગી ગઈ છે.

બાળકો વચ્ચે થયેલા બોલા-ચાલી, એક જ સમુદાયના 2 જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે પથ્થરમારો, મારામારી અને ગોળીબાર પણ થયો. આ હોબાળામાંમાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, બંને પક્ષોમાંથી હજુ સુધી કોઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. જાની SOના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી, ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

તો, હાપુડમાં ઈદની નમાઝ દરમિયાન, પોલીસ અને નમાઝીઓ વચ્ચે જોરદાર બહેસ થઈ ગઇ. ઈદગાહમાં જગ્યા ભરાઈ ગયા બાદ, પોલીસે નમાઝીઓને રોક્યા હતા; આ રોકવાથી નમાઝીઓ ગુસ્સે થઇ ગયા. બાદમાં, પોલીસ દ્વારા સમજાવટ બાદ, નમાઝીઓ પાછા ફર્યા. તેનું કારણ એ હતું કે પોલીસે બેરિકેડ લગાવીને નમાઝ પઢવાની વ્યવસ્થા કરી હતી. આ મામલો કોતવાલી વિસ્તારના ઇદગાહ રોડનો છે. સહારનપુરમાં ઈદની નમાજ બાદ લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો. તો, કેટલાક નમાઝીઓએ પણ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. મુરાદાબાદમાં, ઇદગાહમાં નમાઝ અદા કરવાના મુદ્દે પોલીસ અને શ્રદ્ધાળુઓ આમને-સામને આવી ગયા.

મુરાદાબાદ પોલીસે પોતે રસ્તાઓ અને ગલીઓમાં જાહેરાત કરી અને નમાઝીઓને ઈદગાહમાં નમાઝ અદા કરવા માટે બોલાવ્યા. એટલું જ નહીં, હાથમાં માઈક લઈને એક પોલીસ અધિકારી કહી રહ્યા હતા કે જલદી આવો, નમાઝ શરૂ થવામાં થોડી જ મિનિટો બાકી છે, ત્યારબાદ બીજી શિફ્ટમાં નમાઝ અદા કરવામાં આવશે. આ વાત પોતે કહી રહ્યા હતા અને ત્યાં હાજર વોલંટિયરોને પણ લોકોને બોલાવવી વાત કહી રહ્યા હતા. પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાંભળીને, નમાજ પઢનારાઓ પણ શેરીઓમાં ઇદગાહ તરફ દોડતા જોવા મળ્યા.


હરિયાણા અને રાજસ્થાનમાં પણ અથડામણ

હરિયાણા અને રાજસ્થાનમાં પણ અથડામણ

હરિયાણાના નૂહ-મેવાતમાં પણ ઈદના દિવસે 2 પક્ષો વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે લાકડી-દંડાઓનો ભારે ઉપયોગ થયો હતો. આ ઘટના મેવાત જિલ્લાના તિરવાડા ગામની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જૂની દુશ્મનાવટની આડમાં ઈદની નમાજ બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મારામારીપહેલા બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રાજસ્થાનમાં મંજૂરી વિના જૂલુસ કઢાઇ રહ્યું હતું

રાજસ્થાનના ટોંક જિલ્લામાં મુસ્લિમ સમુદાયના લોકો મંજૂરી વિના જૂલુસ કાઢી રહ્યા હતા. આ દરમિયાન હોબાળો થયો અને ગુસ્સે ભરાયેલા લોકોએ સ્ટેટ હાઈવે જામ કરી દીધો. પોલીસે હલકો બાળ પ્રયોગ કરવો પડ્યો. જો કે, પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top