ન્યૂયોર્ક ટાઇમ્સ લખી રહ્યું છે આતંકીસ્તાનની ભાષા, પહેલગામના આતંકીઓને ગણાવ્યા મિલિટેન્ટ્સ, અમેરિકન સરકારે લીધું આડેહાથ
New York Times report on Pahalgam attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશ અને દુનિયામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના દેશો આતંકવાદી સામે રોષ વ્યક્ત કરતા ભારતનું સમર્થન કરી રહ્યા છે ત્યારે અમેરિકન અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ આતંકીસ્તાન (પાકિસ્તાન)ની ભાષા બોલી રહ્યું છે. તાજેતરમાં તેનો એક અહેવાલ વિવાદમાં આવ્યો છે. અખબારે પોતાના રિપોર્ટમાં આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને મિલિટેન્ટ્સ અને ગનમેન લખ્યા હતા, જેના માટે અમેરિકન સરકારે તેની આકરી ટીકા કરી છે.
અમેરિકન સંસદની વિદેશ બાબતોની સમિતિએ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં આતંકવાદીઓને બદલે મિલિટેન્ટ્સ અને ગનમેન જેવા શબ્દોનો ઉપયોગ કરીને પહેલગામ હુમલાની ગંભીરતાને ઓછી આંકવાનો આરોપ લગાવ્યો. સમિતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, પહેલગામ ઘટના માટે અખબાર દ્વારા પસંદ કરાયેલા શબ્દોની પસંદગીની ટીકા કરી. સમિતિએ આ અહેવાલ શેર કર્યો, જેનું શીર્ષક હતું: કાશ્મીરમાં મિલિટેન્ટ્સે 24 પ્રવાસીઓને મારી નાખ્યા. તેના પર, સમિતિએ રિપોર્ટમાં લખાયેલ મિલિટેન્ટ્ શબ્દને હટાવીને તેની જગ્યાએ ‘ટેરરિસ્ટ્સ’ શબ્દ લખ્યો. સમિતિએ કહ્યું કે, ન્યૂ યોર્ક ટાઇમ્સ, અમે તમારી હેડલાઇન સુધારી છે. આ સ્પષ્ટપણે આતંકવાદી હુમલો હતો. ભારતમાં હોય કે ઇઝરાયલમાં, આતંકવાદની વાત આવે ત્યારે ન્યૂ યોર્ક ટાઇમ્સ વાસ્તવિકતાથી ખૂબ દૂર રહે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ આતંકવાદી હુમલા પર ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે આ દુઃખના સમયમાં અમે તમારી સાથે છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદ સામેના આ યુદ્ધમાં અમેરિકા ભારતની સાથે છીએ.
મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp