પ્રેમ તો આને કહેવાય! મરી ચૂકેલા પ્રેમીનું દેવું ચૂકવ્યું અને માતા-પિતા માટે જે કર્યું તેને

પ્રેમ તો આને કહેવાય! મરી ચૂકેલા પ્રેમીનું દેવું ચૂકવ્યું અને માતા-પિતા માટે જે કર્યું તેને જાણીને કહેશો આવી પ્રેમિકા તો ભાગ્યશાળીને જ મળે!

04/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

પ્રેમ તો આને કહેવાય! મરી ચૂકેલા પ્રેમીનું દેવું ચૂકવ્યું અને માતા-પિતા માટે જે કર્યું તેને

કહેવાય છે કે, સાચા પ્રેમ માટે લોકો માટે પથ્થરો તોડીને રસ્તો બનાવી દે છે. પુલ બનાવીને સમુદ્ર પાર કરી જાય છે. પ્રેમ મેળવવા માટે ન જાણે લોકો શું-શું નથી કરતા. પ્રેમ પર ન જાણે કેટલીય વાતો કહેવામા આવી છે, કેટલાય પુસ્તકો લખવામાં આવ્યા છે. ચીનથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેણે પ્રેમને સૌથી અનોખો સાબિત કર્યો છે. અહીં, એક મહિલાએ પોતાના સ્વર્ગસ્થ પ્રેમીનું દેવું ચૂકવી દીધું અને બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ પણ પોતાના પ્રેમીના માતા-પિતાની સંભાળ રાખી. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.


થઈ ગયું હતું મોત

થઈ ગયું હતું મોત

ચીનના હુનાન પ્રાંતની 34 વર્ષીય વાંગ ટિંગના પ્રેમી વાંગ ઝેંગનું વર્ષ 2016માં એક કાર અકસ્માતમાં મોત થઈ ગયું હતું. તે તેની સાથે ઘણા વર્ષો સુધી સાથે રહી. તેના મોત બાદ તેને ખબર પડી કે તેણે કર્મચારીઓ અને ખરીદી માટે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. તેના માતા-પિતા આ દેવું ચૂકવી શકવામાં અસમર્થ હતા. તેમની વાર્ષિક આવક માત્ર 50,000 યુઆન (7000 ડોલર) હતી. ત્યારબાદ તેની પ્રેમિકાએ તેનું 600,000 યુઆન (82,000 ડૉલર)નું આખું દેવું ચૂકવી દીધું.

ત્યારબાદ તેણે કહ્યું કે, જો હું દેવું ન ચૂકવતી તો આ લોકો પોતાના બાળકો અને વૃદ્ધોનું ભરણપોષણ કેવી રીતે કરશે? મારે તેના જીવનની કહાની એકદમ યોગ્ય રીતે કરવી છે, સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે નથી ઇચ્છતી કે તેનો વારસો બેઇમાનીનો હોય. તેણે પોતાની બધી બચત 200,000 યુઆન (27,000 ડૉલર) ખર્ચી નાખી અને પૈસા કમાવવા માટે અન્ય પ્રાંતોમાં જતી રહી.


માતા-પિતાની દેખરેખ પણ કરી

માતા-પિતાની દેખરેખ પણ કરી

તેણે દેવું ચૂકવવા માટે પોતાના મિત્ર પાસેથી 60,000 યુઆન (8,000 ડૉલર) પણ ઉધાર લીધા હતા. વાંગ ઝેંગના માતા-પિતા અને તેના કાકાની પણ દેખરેખ કરી રહી હતી. પુત્રના મોત બાદ ઝેંગની માતા માનસિક રીતે ભાંગી પડી હતી. વાંગ તેને દર વર્ષે પોતાની સાથે પ્રવાસ પર લઈ જતી હતી, જેથી તેનું મગજ ખૂલી જાય. જ્યારે ઝેંગના પિતાને હૃદયરોગને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતો ત્યારે તે તેની સંભાળ રાખતી. તે વર્ષમાં કેટલીક વખત તેના કાકાના ઘરે પણ જતી કેમ કે તેમનો એકમાત્ર દીકરો માનસિક બીમારીથી પીડાતો હતો અને તેની સંભાળ રાખી શકતો નહોતો. આ ઉપરાંત, વાંગે ઝેંગની માતા માટે પેન્શન કવર પણ ખરીદ્યું હતું.

માય ન્યૂઝ અનુસાર, વર્ષ 2020માં, તેણે બીજા પુરુષ સાથે લગ્ન કર્યા અને ઝેંગના માતાપિતાને લગ્નમાં આમંત્રણ આપ્યું. સાથે જ તેણે એમ પણ કહ્યું કે તમે હંમેશાં મારા માતા-પિતા અને મારા જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ લોકો રહેશો. હવેથી મારા 6 માતા-પિતા હશે. ત્યારબાદ ઓનલાઈન નિરીક્ષકે કહ્યું કે, તે ખૂબ જ વફાદાર અને સમર્પિત છે. તેના ભૂતપૂર્વ પ્રેમી અને તેના પરિવારે મૃત્યુ પહેલાં તેની સાથે સારો વ્યવહાર કર્યો હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top