5 દિવસ.. 5 હજાર કરોડની જબરદસ્ત કમાણી, ટાટાની આ કંપનીના રોકાણકારોની બલ્લેબલ્લે
04/28/2025
Business
ભલે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે, પરંતુ ભારતીય શેરબજારના બંને સૂચકાંકોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરવાળા સેન્સેક્સમાં 659.33 અંક અથવા 0.83 ટકાની વધારો થયો હતો, જ્યારે NSE નિફ્ટીમાં 187.70 અંક અથવા 0.78 ટકાનો વધારો થયો હતો. આ દરમિયાન, સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 6 કંપનીઓના બજાર મૂલ્યમાં 1.18 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો અને આ મામલે, ટાટા ગ્રુપની TCS સૌથી આગળ રહી.
TCS રોકાણકારોની બલ્લેબલ્લે
ટાટા ગ્રુપની કંપની, IT જાયન્ટ TCS માટે છેલ્લું અઠવાડિયું ખૂબ જ ફાયદાકારક સાબિત થયું. TCSની બજાર મૂડીમાં વધારાને કારણે તે વધીને 12,47,281.40 કરોડ રૂપિયા પર પહોચી ગયું. આ હિસાબથી, કંપનીના રોકાણકારોએ માત્ર 5 કાર્યકારી દિવસોમાં 53,692.42 કરોડ રૂપિયા છાપી નાખ્યા. કંપનીના શેરની વાત કરીએ તો, છેલ્લા 5 દિવસમાં TCS સ્ટોક 4.09 ટકાની તેજી આવી અને તે 3434 રૂપિયા પર બંધ થયા.
RIL સહિત આ કંપનીઓને ફાયદો
ગયા અઠવાડિયે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ઉપરાંત, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ તેના રોકાણકારો પર પૈસા વરસાવવામાં આગળ હતી. RILનું માર્કેટ કેપ 34,507.55 કરોડ રૂપિયાના વધારા સાથે 17,59,276.14 કરોડ રૂપિયા થઇ ગયું. આ ઉપરાંત, દેશની બીજી સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસ (ઇન્ફોસિસ એમકેપ)નું બજાર મૂલ્ય 24,919.58 કરોડ રૂપિયા વધીને 6,14,766.06 કરોડ રૂપિયા, જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ 2,907.85 કરોડ રૂપિયા વધીને 14,61,842.17 કરોડ રૂપિયા પર પહોચી ગયું.
ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIનું માર્કેટ કેપ છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 1,472.57 કરોડ રૂપિયા વધીને 7,12,854.03 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ઉપરાંત, ITC માર્કેટ વેલ્યુ રૂ. 1126.27 કરોડ રૂપિયાના વધારા સાથે રૂ. 5,35,792.04 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ.
આ કંપનીઓએ કરાવ્યું નુકસાન
તેનાથી વિરુદ્ધ જે કંપનીઓના રોકાણકારોને, ગયા અઠવાડિયે નુકસાન થયું હતું તેમાં ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટોચ પર હતી. જી હા, એરટેલ માર્કેટ કેપમાં 5 દિવસમાં 41967.5 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો, ત્યારબાદ કંપનીનું મૂલ્ય ઘટીને 10,35,274.24 કરોડ થઈ ગયું. આ ઉપરાંત, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ (HUL MCap) 10,114.99 કરોડ રૂપિયા ઘટીને 5,47,830.70 કરોડ રૂપિયા થઈ ગયું. બજાજ ફાઇનાન્સનું વેલ્યુએશન 1863.83 કરોડ રૂપિયા ઘટીને 5,66,197.30 કરોડ રૂપિયા રહી ગઈ. તો, ICICI બેંકના માર્કેટ કેપમાં પણ 1,130.07 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને તે 10,00,818.79 કરોડ પર યથાવત રહ્યો.
મુકેશ અંબાણીની કંપની નંબર-1
બજાર મૂલ્યના હિસાબે દેશની ટોચની 10 કંપનીઓની યાદીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ નંબર 1 પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ત્યારબાદ અનુક્રમે HDFC બેંક, TCS, ભારતી એરટેલ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનો નંબર આવે છે.
(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના બજાર નિષ્ણાતોની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp