નેપાળમાં વચગાળાના વડાપ્રધાને પદ અને ગુપ્તતાના લઈ લીધા શપથ! 6 મહિનાની અંદર કરાવશે ચૂંટણી

નેપાળમાં વચગાળાના વડાપ્રધાને પદ અને ગુપ્તતાના લઈ લીધા શપથ! 6 મહિનાની અંદર કરાવશે ચૂંટણી

09/13/2025 World

SidhiKhabar

SidhiKhabar

નેપાળમાં વચગાળાના વડાપ્રધાને પદ અને ગુપ્તતાના લઈ લીધા શપથ! 6 મહિનાની અંદર કરાવશે ચૂંટણી

શુક્રવારે નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શીતલ નિવાસ ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રામસહાય યાદવ, મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ સિંહ રાવત, સરકારી અધિકારીઓ, સેના અને સુરક્ષાના વડાઓ તેમજ રાજદ્વારી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા.

નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના શપથ ગ્રહણ સમારોહમાં સંસદના બંને ગૃહોના વડાઓ હાજર રહ્યા નહોતા. રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું હોવા છતા પ્રતિનિધિ ગૃહના અધ્યક્ષ દેવરાજ ઘિમિરે અને રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ નારાયણ દહાલે સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ઘિમિરે CPN UML (ઓલીની પાર્ટી) ના સાંસદ છે, જ્યારે દહલ CPN માઓવાદી સેન્ટર (પ્રચંડની પાર્ટી) માંથી આવે છે. બંને નેતાઓ સંસદ ભંગ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. શપથ લીધા બાદ, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાર્કીને કહ્યું કે, ‘હવે દેશ બચાવો, સફળ થાવ.’ કાર્કીએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને માત્ર આભાર કહીને આગળ જતા રહ્યા.


બંધારણ બચાવવાનો અને રાષ્ટ્રીય એકતા જાળવવાનો ઉદ્દેશ્ય

બંધારણ બચાવવાનો અને રાષ્ટ્રીય એકતા જાળવવાનો ઉદ્દેશ્ય

રાષ્ટ્રપતિ પૌડેલે તેમની બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને કાર્કીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેમણે 6 મહિનાની અંદર સામાન્ય ચૂંટણીઓ યોજવાની જવાબદારી પણ વચગાળાની સરકારને સોંપી. તાજેતરના GEN-Z આંદોલન અને સંસદ ભંગ કરવાના નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. 3 સભ્યોની કેબિનેટ બનાવવાનો પ્રસ્તાવ હોવા છતા મંત્રી પદો પર સર્વસંમતિ થઈ શકી નહોતી. એવામાં સુશીલા કાર્કી કામચલાઉ ધોરણે તમામ મંત્રાલયોનો હવાલો સંભાળશે.


શું GEN-Zના પ્રતિનિધિઓ સરકારમાં જોડાશે?

શું GEN-Zના પ્રતિનિધિઓ સરકારમાં જોડાશે?

સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવ્યું, જેના કારણે તેઓ યુવાનોમાં લોકપ્રિય બન્યા. આ જ કારણ છે કે જૂની વ્યવસ્થાથી નારાજ GEN-Zના આંદોલનકારીઓએ તેમને વચગાળાના વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા.

અહેવાલો અનુસાર, GEN-Zના આંદોલનકારીઓના પ્રતિનિધિઓ સીધી રીતે સરકારમાં નહીં જોડાય. જો કે, તેઓ વચગાળાની સરકાર પર નજર રાખશે અને ભ્રષ્ટાચારને રોકવા અને યુવાનોના ભવિષ્યને લગતા નિર્ણયો લેવામાં આવે છે કે કેમ તેના પર નજર રાખશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top