PM નરેન્દ્ર મોદી સીધા જ ચુરાચાંદપુર જ કેમ જઈ રહ્યા છે? મણિપુર મુલાકાતનું રાજીવ ગાંધી સાથે શું છ

PM નરેન્દ્ર મોદી સીધા જ ચુરાચાંદપુર જ કેમ જઈ રહ્યા છે? મણિપુર મુલાકાતનું રાજીવ ગાંધી સાથે શું છે કનેક્શન?

09/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

PM નરેન્દ્ર મોદી સીધા જ ચુરાચાંદપુર જ કેમ જઈ રહ્યા છે? મણિપુર મુલાકાતનું રાજીવ ગાંધી સાથે શું છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે મણિપુર જઈ રહ્યા છે. વર્ષ 2023માં ફેલાયેલી હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે. આ દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. વર્ષ 2023થી મણિપુર વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. દેશ મોદીની મણિપુર મુલાકાત પર નજર રાખી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેઓ સીધા મણિપુરની રાજધાની ઇમ્ફાલ જઈ રહ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ચુરાચંદપુર જશે, ત્યારબાદ ઇમ્ફાલ જશે. હવે પ્રશ્ન એ છે કે વડાપ્રધાન મોદીએ પહેલા ચુરાચંદપુર જવાનું કેમ નક્કી કર્યું?

ચુરાચંદપુર કુકી સમુદાયનો ગઢ છે. આ એ જિલ્લો છે જ્યાં સૌથી વધુ હિંસા થઈ હતી. હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા હતા. હજારો લોકો બેઘર થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુરાચંદપુર જઈને સંદેશ આપવા માગે છે. વડાપ્રધાન મોદી અહીં વિસ્થાપિત લોકોને મળશે. તેઓ 7,300 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ચુરાચંદપુર બાદ, વડાપ્રધાન મોદી ઇમ્ફાલ જશે. ઇમ્ફાલ મેઇતેઈ સમુદાયનો મુખ્ય વિસ્તાર છે. ત્યાં તેઓ 1,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે.


મોદીએ ચુરાચંદપુર કેમ પસંદ કર્યું?

મોદીએ ચુરાચંદપુર કેમ પસંદ કર્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા ચુરાચંદપુર જવાનું કેમ પસંદ કર્યું? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. ચુરાચંદપુર કુકી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. 3 મે 2023ના રોજ હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી. મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો વિરોધ થયો હતો. કુકી લોકો પહાડી વિસ્તારોમાં રહે છે. મેઇતેઈ ખીણમાં. બંને વચ્ચે તણાવ વધ્યો.

મણિપુરનો ચુરાચંદપુર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. વડાપ્રધાન નરેનન્દ્ર મોદીની અહીંની મુલાકાત સંતુલનનો સંદેશ આપે છે. તેઓ બંને સમુદાયોને સંતુલિત સંદેશ આપવા માગે છે. પહેલા ચુરાચંદપુર, પછી ઇમ્ફાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી શાંતિની આશા છે.


રાજીવ ગાંધી સાથેની મુલાકાતનું કનેક્શન

રાજીવ ગાંધી સાથેની મુલાકાતનું કનેક્શન

હવે પ્રશ્ન એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની મુલાકાતનું રાજીવ ગાંધી સાથે શું કનેક્શન છે? ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બાદ ચુરાચંદપુરની મુલાકાત લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે. રાજીવ ગાંધી છેલ્લી વખત મણિપુર 1988માં ગયા હતા. કોઈ પણ વડાપ્રધાન મણિપુરની મુલાકાત લીધાને લગભગ 36 વર્ષ થઈ ગયા છે. એટલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની આ મુલાકાત ઐતિહાસિક છે. ગમે તે હોય, મોદી સરકારનું ધ્યાન પૂર્વોત્તર પર રહ્યું છે. આ દરમિયાન, કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષ બાદ મણિપુરની મુલાકાત ન લેવા બદલ વિપક્ષી પક્ષો દ્વારા વારંવાર ટીકા કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top