Video: આતંકવાદ પર પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફની મોટી કબૂલાત- ‘હા, પાકિસ્તાને 30 વર્ષ..’

Video: આતંકવાદ પર પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફની મોટી કબૂલાત- ‘હા, પાકિસ્તાને 30 વર્ષ..’

04/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: આતંકવાદ પર પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફની મોટી કબૂલાત- ‘હા, પાકિસ્તાને 30 વર્ષ..’

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફ ખ્વાજાએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન વાત કરતા ખ્વાજાએ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજાએ એ પણ સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંકવાદને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ પ્રતિક્રિયા આપી છે.

સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા, આસિફ ખ્વાજાએ કહ્યું કે, ‘અમે 30 વર્ષથી અમેરિકા અને બ્રિટન માટે આ કામ કરતા આવી રહ્યા છીએ. આ અમારી ભૂલ હતી. અમને તેના કારણે નુકસાન થયું છે. ખ્વાજા આસિફે કહ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા અંગે વિશ્વએ ચિંતિત રહેવું જોઈએ કારણ કે બંને દેશો પાસે પરમાણુ હથિયાર છે.


પાકિસ્તાનના રક્ષા મંત્રીએ લશ્કરના સવાલ પર આપ્યો જવાબ

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ લશ્કરના સવાલ પર આપ્યો જવાબ

પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફને લશ્કર-એ-તૈયબાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર તેમણે કહ્યું કે લશ્કર-એ-તૈયબા ખતમ થઈ ચૂક્યું છે. આસિફે એ વાત પણ માની  કે લશ્કરની લિંક પાકિસ્તાનમાં મળી આવી છે. તેમણે કહ્યું કે લશ્કરની લિન્ક પાકિસ્તાન સાથે મળવાનો અર્થ એ નથી કે અમે તેને મદદ કરીએ.

પહેલગામ હુમલા પછી ભારતે 7 કઠિન નિર્ણયો લીધા. તેમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી બોર્ડર સાથે જોડાયેલા કઠોર નિર્ણયો લીધા. તેના જવાબમાં, પાકિસ્તાને પોતાનું આક્રમક વલણ બતાવતા ભારતીયોના વિઝા રદ કર્યા છે. તેણે વાઘા બોર્ડર બંધ કરવાની પણ જાહેરાત કરી. પાકિસ્તાને કહ્યું કે અમે પહેલા પણ અમારી તાકત બતાવી ચૂક્યા છીએ છે. આ વખતે પણ ચૂપ નહીં બેસીએ.


પાકિસ્તાનના ડબલ ગેમ પર સવાલ પૂછવામાં આવતા આસિફે માથું પકડી લીધું

પાકિસ્તાનના ડબલ ગેમ પર સવાલ પૂછવામાં આવતા આસિફે માથું પકડી લીધું

આસિફ ખ્વાજાને આતંકવાદ અંગે પાકિસ્તાનની ડબલ ગેમ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, તો તેમણે માથું પકડી લીધું. જોકે, આસિફે પાકિસ્તાનની ભૂલ સ્વીકારી. તેમણે કહ્યું કે, કોઈપણ મુદ્દા પર પાકિસ્તાનને દોષી ઠેરવવું ખૂબ જ સરળ છે. અમે ભૂલ કરી હતી, અને અમને તેનું નુકસાન ઉઠાવવું પડ્યું. જો અમે સોવિયેત સંઘ વિરુદ્ધ યુદ્ધમાં અને પછી 9/11મા સામેલ ન થયા હોત, તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાગ હોત.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top