આ 4 કારણે શેરબજારમાં અચાનક આવી તોફાની તેજી, સેન્સેક્સ 1700 પોઈન્ટ વધ્યો!

આ 4 કારણે શેરબજારમાં અચાનક આવી તોફાની તેજી, સેન્સેક્સ 1700 પોઈન્ટ વધ્યો!

04/08/2025 Business

SidhiKhabar

SidhiKhabar

આ 4 કારણે શેરબજારમાં અચાનક આવી તોફાની તેજી, સેન્સેક્સ 1700 પોઈન્ટ વધ્યો!

Share Market: સોમવારે ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. BSE Sensex સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે Niftyમાં 500 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. બપોરે 1:30 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 74,800 અને Nifty 22,650 પર હતો. બજારમાં આ વધારો RBIની MPC બેઠકના નિર્ણય પહેલા આવ્યો છે.

એવી અપેક્ષા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. બજારમાં વધારા સાથે, BSE માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો થયો છે અને તે 4.61 લાખ કરોડ રૂપિયા વધીને 393.86 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. Nifty કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો છે, જ્યારે મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સેક્ટર્સમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. ઇન્ડિયા ફિયર ગેજ (India VIX) 10.2 ટકા ઘટીને 20.47 પર પહોંચી ચૂક્યો છે.


બજારમાં શા માટે આવી તોફાની તેજી?

બજારમાં શા માટે આવી તોફાની તેજી?
  1. અમેરિકા અને એશિયન બજારોમાં ભારે ઉછાળાને કારણે, આજે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને IT શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તો, જાપાનનો નેક્કેઇ 6 ટકા વધ્યો છે.
  2. RBIની MPCની બેઠકના નિર્ણયો 9 એપ્રિલે આવવાના છે, એવામાં રેપો રેટમાં 25 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે બજાર સકારાત્મક છે.
  3. સોમવારે મોટા ઘટાડા બાદ, રોકાણકારોએ ઘણી ખરીદી કરી છે, જેના કારણે Nifty અને Sensexમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટાડા વચ્ચે મોટા રોકાણકારો પણ તેમના પોર્ટફોલિયોમાં સારા શેર સામેલ કરી રહી છે.
  4. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. તે પ્રતિ બેરલ 65 ડૉલર નીચે આવી ગયું છે. જે ઓગસ્ટ 2021નું સૌથી નીચું સ્તર છે. ટ્રમ્પના ટેરિફને કારણે મોટો ઘટાડો આવ્યો છે.

BSE ટોચના 30 શેરોમાં, બધા શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી મોટો ઉછાળો ઝોમેટો અને ટાઇટનના શેરમાં જોવા મળ્યો છે, જેમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. બીજી તરફ, SBI, LT અને એશિયન પેઇન્ટ્સના શેરમાં 3 ટકાનો વધારો થયો છે.


આજના ટોપ ગેનર

આજના ટોપ ગેનર

ફાઇવ સ્ટાર બિઝનેસના શેરમાં 7 ટકાનો વધારો થયો છે. પીજી ઇલેક્ટ્રોપોસ્ટના શેરમાં 6.36 ટકા, કેન્સ ટેકનોલોજીના શેરમાં 5 ટકા, પોલિસી બજારના શેરમાં 6 ટકા, LIC હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં 6 ટકા અને બાયકોનના શેરમાં 5 ટકાની તેજી આવી છે.

(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને નાણાકીય સલાહકારની મદદ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top