અમેરિકાએ માત્ર 25 સેકન્ડમાં હૂતિઓને કરી દીધા તબાહ! જુઓ ટ્રમ્પે શેર કરેલો વીડિયો

અમેરિકાએ માત્ર 25 સેકન્ડમાં હૂતિઓને કરી દીધા તબાહ! જુઓ ટ્રમ્પે શેર કરેલો વીડિયો

04/05/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકાએ માત્ર 25 સેકન્ડમાં હૂતિઓને કરી દીધા તબાહ! જુઓ ટ્રમ્પે શેર કરેલો વીડિયો

Donald Trump shares video showing attack on Yemen's Houthis: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે, જેમાં કથિત રીતે યમનમાં હૂતી વિદ્રોહીઓ પર અમેરિકન હવાઈ હુમલાને દેખાડવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ વૈશ્વિક વ્યૂહરચના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ બન્યો છે. વીડિયો જોવામાં મળી રહ્યું છે કે કેવી રીતે ટારગેટ પર હુમલો કરવામાં આવે છે અને એક જ ક્ષણમાં આખો વિસ્તાર ધૂળ અને ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ જાય છે.


વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે

વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, ઘણા લોકો ગોળાકારમાં ઉભા મળે છે અને પછી અચાનક જોરદાર વિસ્ફોટ થાય છે. એક ચમક થાય છે અને પછી ધૂળ અને ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારને આવરી લે છે. જો કે, પાછળથી કેમેરા ઝૂમ આઉટ થાય છે અને ઘટનાસ્થળે અનેક વાહનો પાર્ક કરેલા જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે આ હુમલો કોઈ પ્લાનિંગના આધારે કરવામાં આવ્યો હતો.

આ વીડિયો સાથે ટ્રમ્પે જે સંદેશ લખ્યો છે સ્પષ્ટપણે હૂતિઓ પ્રત્યે અમેરિકન નીતિ અને કઠોર વલણ દર્શાવે છે. તેમણે લખ્યું કે આ લોકો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉફ, આ હુતિઓ હવે હુમલો નહીં કરે. તેઓ અમારા જહાજોને ફરીથી ક્યારેય ડૂબાડી નહીં શકે.


તાજેતરના અઠવાડિયામાં યમનમાં શું થઈ રહ્યું છે?

તાજેતરના અઠવાડિયામાં યમનમાં શું થઈ રહ્યું છે?

યમનમાં હૂતિ બળવાખોરો લાલ સમુદ્રમાં અમેરિકન અને વેપારી જહાજો પર હુમલો કરી રહ્યા છે. આ હુમલાઓ ખાસ કરીને વર્ષ 2023થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓના જવાબમાં અમેરિકાએ હુતિ સ્થાનો પર અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ તાજેતરના હુમલાઓમાં 6 લોકો માર્યા ગયા છે, જ્યારે હૂતિ આંકડો 67ની પુષ્ટિ કરે છે.


ઈરાન પર દબાણ લાવવાની અમેરિકાની રણનીતિ

ઈરાન પર દબાણ લાવવાની અમેરિકાની રણનીતિ

હૂતિ બળવાખોરોને ઈરાન સમર્થિત માનવામાં આવે છે. વિશ્લેષકો અમેરિકાના હુમલાને ઈરાનની વધતી જતી પ્રભાવશાળી હાજરી અને પરમાણુ કાર્યક્રમના પ્રતિભાવ તરીકે જોઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, આ હુમલાઓના પરિણામે ઈરાન અવિશ્વસનીય રીતે નબળું પડી ગયું છે.


અમેરિકાની વિદેશ નીતિના સંકેતો

અમેરિકાની વિદેશ નીતિના સંકેતો

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ વીડિયો શેર કરવો એ માત્ર લશ્કરી કાર્યવાહીનું સાર્વજનિક પ્રદર્શન નથી, પરંતુ તેઓ પોતાની વિદેશ નીતિને લઇને પણ પૂરી રીતે સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ રીતે ચૂપ નહીં રહે. હુતિઓ અને ઈરાન પ્રત્યે તેમનું આક્રમક વલણ દર્શાવે છે કે અમેરિકા હવે પોતાની દરિયાઈ સરહદોની સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર છે. આગામી દિવસોમાં આ સંઘર્ષ વધશે કે ઉકેલાશે? એ જો સમય જ બતાવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top