ટ્રમ્પના ટેરિફને કારણે આ ક્ષેત્રોમાં સુવર્ણ તકો છે, ભારત બની શકે છે મેન્યૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ
Tariff Impact on India: ડોનાલ્ડ ટ્રમ્પના જંગી રેસિપ્રોકલ ટેરિફે વૈશ્વિક વેપારને મોટો ઝટકો આપ્યો છે, પરંતુ તમે સાંભળ્યું જ હશે કે આવશ્યકતા જ આવિષ્કારની જનની હોય છે અને પ્રતિકૂળ સંજોગોમાં જ નવા ઉપાયો અને ઇનોવેશન જન્મે છે. આ રેસિપ્રોકલ ટેરિફ વચ્ચે ભારત પોતાના માટે નવી તકો શોધી શકે છે. બુધવારે રાત્રે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 9 એપ્રિલથી ભારતીય ઉત્પાદનો પર 27 ટકા સુધીનો ટેરિફ લાગશે. જો કે, અમેરિકાએ ચીન પર 54 ટકા, વિયેતનામ પર 46 ટકા, થાઈલેન્ડ પર 36 ટકા અને બાંગ્લાદેશ પર 37 ટકા વધુ ટેરિફ લાદી દીધો છે. તેનાથી ભારત માટે ટેક્સટાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી સેક્ટરમાં નવી તકો ઊભી થઈ છે.
ચીની અને બાંગ્લાદેશી નિકાસ પરના હાઇ ટેરિફ ભારતીય કાપડ ઉત્પાદકોને અમેરિકાના માર્કેટમાં તેમનો હિસ્સો વધારવાની તક મળશે.
તાઇવાન સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રણી દેશ છે. તાઇવાન પર ભારે ટેરિફને કારણે ભારત પાસે તક છે કે તે પેકેજિંગ, ટેસ્ટિંગ અને નિમ્ન સ્તરીય ચિપ મેન્યુફેક્ચરિંગમાં એન્ટ્રી લઇ છે. જો તાઇવાનની સપ્લાય ચેઇન થોડી પણ બદલાશે તો ભારતને ફાયદો થશે.
મશીનરી, ઓટોમોબાઈલ અને રમકડાં જેવા ક્ષેત્રોમાં ચીન અને થાઈલેન્ડ અગ્રેસર છે. હાઇ ટેરિફને કારણે બજાર અહીંથી પણ શિફ્ટ થવા તૈયાર છે.
GTRIના એક રિપોર્ટ અનુસાર, ભારત રોકાણ આકર્ષીને, ઉત્પાદન વધારીને અને અમેરિકામાં નિકાસ વધારીને તેનો લાભ લઈ શકે છે. સેમિકન્ડક્ટર સેક્ટર સંબંધિત તકોનો લાભ ઉઠાવવા માટે આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસી સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ તકોનો પૂરેપૂરો લાભ લેવા માટે ભારતે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વધારવો પડશે. લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે. ઉપરાંત, નીતિની સ્થિરતા જાળવવી પડશે. જો આ શરતો પૂરી થાય છે, તો આગામી વર્ષોમાં ભારત મુખ્ય ઉત્પાદન અને નિકાસ હબ બનવા માટે સારી સ્થિતિમાં છે.
ઊંચા ટેરિફે ગ્લોબલ વેલ્યૂ ચેન્સ પર નિર્ભર કંપનીઓ માટે ખર્ચ વધારી દીધો છે, જેનાથી વૈશ્વિક બજારોમાં સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતાને અવરોધિત થઇ છે. નિકાસમાં વધારો થવા છતા ભારતનું વેપાર નુકસાન ખૂબ વધારે છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 1.5 ટકા છે. હવે ભય એ છે કે નવા ટેરિફથી ભારતીય નિકાસ ઓછો કોમ્પિટિટિવ બની જશે. પરંતુ ઓવરઓલ જોઇએ તો, અમેરિકાનો સંરક્ષણવાદી ટેરિફ વ્યવસ્થા ગ્લોબલ સપ્લાઇ વૈશ્વિક શૃંખલાની પુનઃરચનાથી લાભ મેળવવા માટે ભારત માટે બૂસ્ટર તરીકે કામ કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp