પાકિસ્તાનથી પરત ફરેલા BSF જવાનના ચોંકાવનારા ખુલાસા, સંભળાવી પાકિસ્તાની રેન્જર્સના અત્યાચારોની કહાની
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમાર શૉ (પી.કે. શૉ)એ પાકિસ્તાન અને પાકિસ્તાનની આર્મી બાબતે અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે પાકિસ્તાન આર્મીની 20 દિવસીય કસ્ટડીની એક-એક દિવસની ડિટેલ આપી છે. પહેલગામ આતંકી હુમલાના આગામી દિવસે, 23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝેપુરમાં તૈનાત પી.કે. શૉ આકસ્મિક રીતે પાક સીમામાં ઘૂસી ગયા હતા. 20 દિવસના સંઘર્ષ બાદ, પાક રેન્જર્સે 13 મેના રોજ પી.કે. શૉને ભારતીય સેનાનેને સોંપી દીધા હતા. 13 મેના રોજ, પી.કે. શૉ અટારી બોર્ડરના રસ્તે દેશમાં પાછા ફર્યા હતા, જેને આર્મીએ કસ્ટડીમાં લઈ લીધા. પી.કે. શૉ અત્યાર સુધી ઘરે ગયા નથી, આર્મી તેમની સંપૂર્ણ પૂછપરછ કરી રહી છે. IB અધિકારીઓએ પી.કે. શૉની પણ પૂછપરછ કરી છે, જેમાં પી.કે.એ કહ્યું છે કે પાકિસ્તાનની સેનાએ તેને 20 દિવસ સુધી મેન્ટલી ટોર્ચર કર્યો હતો.
પી.કે. શૉએ કહ્યું કે, પાક રેન્જર્સે તેને મેન્ટલી ટોર્ચર કર્યો પાક રેન્જર્સ તેની સાથે ગાળા-ગાળી કરતા હતા. તેઓ ઊંઘવા દેતા નહોતા. બ્રશ કરવા દેતા નહોતા. કાયમ આંખો પર પાટો બાંધેલો રહેતો હતો. પી.કે. શૉના જણાવ્યા મુજબ, પાક રેન્જર્સને તેને ફિઝિકલી ટોર્ચર તો નથી કર્યો, પરંતુ ભારતીય સેના બાબતે પૂછતા રહ્યા. તેઓ સૈન્ય અધિકારીઓના ફોન નંબર માગી રહ્યા હતા.
પી.કે. શૉએ કહ્યું કે 20 દિવસમાં તેને 3 અજાણ્યા સ્થળોએ રાખવામાં આવ્યો. ત્યાં એક એરબેઝ હતું, જ્યાં જહાજોના અવાજ સંભળાયા હતા. તેને જેલની કોઠરીમાં પણ નાખી દેવામાં આવ્યો હતો. શૉનું કહે છે કે જે લોકો તેની પૂછપરછ કરનારા લોકો સિવિલ ડ્રેસમાં હતા અને તેઓ ગુપ્ત માહિતી માગી રહ્યા હતા. તેઓ તેને ફોન કોડ બતાવવા માટે દબાણ કરી રહ્યા હતા.
જ્યારે પી.કે. શૉ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, ત્યારે પ્રોટોકોલ અનુસાર, તેના કપડાં સળગાવીને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેણે આર્મીને કહ્યું કે તે પંજાબના ફિરોઝેપુરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત હતો. 22 એપ્રિલના રોજ, તેને પહેલગામમાં આતંકવાદી હુમલો થવાની જાણ થઈ અને પેટ્રોલિંગ વધારવાની સૂચના પણ મળી હતી.
પી.કે. શૉએ કહ્યું કે જ્યારે તેણે સરહદ પર ઝાડીઓમાં શંકાસ્પદ હિલચાલ જોઈ ત્યારે તેણે શોધવાનું ચાલું કર્યું. આ દરમિયાન તેઓ પાકિસ્તાન સીમામાં ઘૂસી ગયા અને પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી લીધી. તેણે કહ્યું કે, તે આકસ્મિક રીતે પાક સરહદમાં આવી ગયો છે, પરંતુ તેઓ ન માન્યા અને તેને પકડીને લઈ ગયા. પત્ની અને સેનાના પ્રયત્નોથી તેને મુક્તિ મળી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp