‘ઓપરેશન સિંદુર’ બાદ જિગ્નેશ મેવાણીની આપત્તિજનક પોસ્ટ, મચી શકે છે હોબાળો, બોલ્યા- ‘આતંક ભૂખથી..’

‘ઓપરેશન સિંદુર’ બાદ જિગ્નેશ મેવાણીની આપત્તિજનક પોસ્ટ, મચી શકે છે હોબાળો, બોલ્યા- ‘આતંક ભૂખથી..’

05/07/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ઓપરેશન સિંદુર’ બાદ જિગ્નેશ મેવાણીની આપત્તિજનક પોસ્ટ, મચી શકે છે હોબાળો, બોલ્યા- ‘આતંક ભૂખથી..’

'ઓપરેશન સિંદૂર' બાદ, ગુજરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કંઈક એવું પોસ્ટ કરી છે, જેના પર વિવાદ ઊભો થઈ શકે છે. તેમણે લખ્યું કે, ‘યુદ્ધ-પ્રેમીઓ, ધાર્મિક ધૃણા અને નકલી રાષ્ટ્રવાદ સામે લડો. આતંક ભૂખથી મરી જશે. જોકે, મેવાણીએ બાદમાં આ પોસ્ટ ડીલિટ કરી દીધી હતી.


જિગ્નેશ મેવાનીએ લખ્યું હતું અમને ન્યાય જોઇએ છે

જિગ્નેશ મેવાનીએ લખ્યું હતું અમને ન્યાય જોઇએ છે

આ અગાઉ જિગ્નેશ મેવાણીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી વિનય નરવાલની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘અમને નફરત નહીં, ન્યાય જોઈએ છે. શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીની આ વાત આખા દેશ માટે સંદેશ છે.’ તેમણે કહ્યું કે જ્યારે પીડા ખૂબ ઊંડી હોય અને છતા પણ કોઈ નફરત નહીં, ન્યાયની વાત કરે, ત્યારે આપણે એ સમજવું પડશે કે આતંકનો જવાબ નફરત નહીં, પરંતુ સંગઠિત ન્યાય અને મજબૂત વ્યવસ્થા છે.

મેવાણીએ લખ્યું હતું કે, ‘અમે શહીદોને સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે છીએ અને અમે પૂછીશું કે આ ચૂક કેમ થઈ? અને ક્યાં સુધી નિર્દોષ લોકો આ રીતે પોતાના જીવનું બલિદાન આપતા રહેશે? વિનય નરવાલની પત્ની હિમાંશીએ કહ્યું હતું કે, ‘કાશ્મીરીઓ કે મુસ્લિમોને નફરત ન કરો, અમને માત્ર ન્યાય જોઈએ છે.’ ત્યારબાદ તેમની સોશિયલ મીડિયા પર પણ ટ્રોલિંગ થઈ હતી.


ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા

ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે બદલો લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હવાઈ હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. મોડી રાત્રે આ હુમલા બાદ બુધવારે ભારતના લોકો ખુશ છે. આ હવાઈ હુમલા પર, રાજકીય પક્ષોના નેતાઓએ 'ભારત માતા કી જય' લખીને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top