‘34 ઓવર બાદ એક બૉલ, 5 બેકઅપ ખેલાડી..’, ક્રિકેટમાં બદલાવા જઈ રહ્યા છે આ નિયમ, ICC બતાવી લીલી ઝંડ

‘34 ઓવર બાદ એક બૉલ, 5 બેકઅપ ખેલાડી..’, ક્રિકેટમાં બદલાવા જઈ રહ્યા છે આ નિયમ, ICC બતાવી લીલી ઝંડી

05/31/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘34 ઓવર બાદ એક બૉલ, 5 બેકઅપ ખેલાડી..’, ક્રિકેટમાં બદલાવા જઈ રહ્યા છે આ નિયમ, ICC બતાવી લીલી ઝંડ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પ્લેઇંગ-11ની શરતોમાં કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. ICC પોતાના સભ્યોને મોકલવામાં આવેલા સંદેશમાં જણાવ્યું હતું કે, સંશોધિત પ્લેઇંગ-કન્ડિશન ટેસ્ટ મેચોમાં જૂનથી અને વ્હાઇટ બૉલ ક્રિકેટમાં જુલાઈથી લાગૂ થશે. પ્લેઇંગ-11 કન્ડિશન્સમાં સૌથી મોટો ફેરફાર વન-ડે ઇન્ટરનેશનલ (ODI)માં થવા જઈ રહ્યો છે.


આ નિયમોમાં થશે ફેરફાર

આ નિયમોમાં થશે ફેરફાર

હાલમાં, વન-ડે ઇન્ટરનેશનલમાં બંને તરફથી 2 નવા બૉલનો ઉપયોગ થાય છે, પરંતુ હવે નવા નિયમ મુજબ, ઇનિંગમાં પહેલી 34 ઓવર સુધી બંને બૉલનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ 35મી ઓવરથી માત્ર ઇનિંગના અંત સુધી બંને એન્ડથી બૉલનો ઉપયોગ કરવામાં આવશે. 34 ઓવર પૂર્ણ થયા બાદ અને 35મી ઓવર શરૂ થાય તે પહેલાં, ફિલ્ડિંગ ટીમ તે 2 બોલમાંથી એક પસંદ કરશે. વરસાદ અથવા અન્ય કારણોસર જો પ્રભાવિત મેચ જો 25 ઓવર કે તેનાથી ઓછી થાય છે, તો માત્ર એક જ બૉલનો ઉપયોગ કરવામાં આવશે. જે બૉલ 34 ઓવર બાદ ઉપયોગમાં નહીં લેવાય, તેને બેકઅપ તરીકે રાખવામાં આવશે.

હવે દરેક ટીમે મેચ અગાઉ કન્કશન રિપ્લેસમેન્ટ માટે 5 બેકઅપ ખેલાડીઓના નામ આપવા પડશે. તેમાં 1 બેટ્સમેન, 1 વિકેટકીપર, 1 ફાસ્ટ બોલર, 1 સ્પિનર, 1 ઓલરાઉન્ડરનો સમાવેશ થશે. જો રિપ્લેસ કરવામાં આવેલો ખેલાડી પણ ઇજાગ્રસ્ત થઈ જાય છે, તો મેચ રેફરી નવો વિકલ્પ પસંદ કરી શકે છે.

બાઉન્ડ્રી લાઇન પર કેચ અને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) નિયમોમાં થોડો ફેરફાર થશે, પરંતુ તેની વિગતો પછીથી આપવામાં આવશે.

શરૂઆતમાં એવું સમજવામાં આવ્યું હતું કે પ્રસ્તાવિત ફેરફારો કાર્યકારી જૂથને મોકલવામાં આવશે, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ICC ચીફ એક્ઝિક્યૂટિવ કમિટીએ સુધારાઓને મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે, જે નક્કી કરશે કે અંડર-19 વર્લ્ડ કપ T20, 50 ઓવર અથવા હાઇબ્રિડ ફોર્મેટમાં રમવો જોઈએ કે નહીં. કાર્યકારી જૂથની રચના 17-20 જુલાઈના રોજ સિંગાપુરમાં યોજાનારી વાર્ષિક કોન્ફરન્સ અગાઉ થાય તેવી અપેક્ષા છે.


આગામી WTC ફાઇનલ જૂના નિયમો સાથે રમાશે

આગામી WTC ફાઇનલ જૂના નિયમો સાથે રમાશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25​​ની ફાઇનલ જૂના નિયમો સાથે જ રમાશે. આ ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 જૂનથી લોર્ડ્સમાં થવાની છે. ટેસ્ટ ક્રિકેટમાં નવા નિયમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી ચક્ર (2025-27)થી અમલમાં આવશે. વાસ્તવમાં, નવા નિયમો 17 જૂનથી ગાલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ દ્વારા અમલમાં આવશે.

વન-ડે આંતરરાષ્ટ્રીયમાં નવા નિયમ 2 જુલાઈથી અમલમાં આવશે. 2 જુલાઈએ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે શ્રેણીની પહેલી મેચ રમાવાની છે. તો 10 જુલાઈથી T20I નવા નિયમો સાથે રમાશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝની પહેલી મેચ 10 જુલાઈએ રમવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top