‘Ee Sala Cup..’, RCB, IPL ચેમ્પિયન બનવા પર વિજય માલ્યાની પોસ્ટ વાયરલ; આ ત્રિપુટીને કરી યાદ
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પહેલી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ એક રોમાન્ચક મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવીને પહેલી વાર IPLની ટ્રોફી જીતી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી, જેથી આખી મેચ RCBના પક્ષમાં વળી ગઈ.
આ ઐતિહાસિક ક્ષણ સાથે, ટીમના પહેલા માલિક વિજય માલ્યાની એક ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિજય માલ્યાએ RCBના શરૂઆતના દિવસોમાં ટીમના માલિક તરીકે કામ કર્યું હતું. તેણે વિરાટ કોહલી, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જેવા મોટા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા અને ટીમનો પાયો મજબૂત કર્યો. જોકે, તેમના સમય દરમિયાન RCBને 3 વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2009, વર્ષ 2011 અને વર્ષ 2016માં. RCBની આ હાર ખૂબ જ પીડાદાયક હતી અને ટીમના ચાહકો માટે પણ નિરાશાજનક ક્ષણો હતી. હવે જ્યારે RCBએ 2025માં પહેલી વાર IPL ટ્રોફી જીતી લીધી, તો વિજય માલ્યાની ભાવનાઓ પણ સામે આવી ગઈ. તેની પોસ્ટ આ જીતનું મહત્ત્વ અને વર્ષોની રાહ જોવાની પીડા સ્પષ્ટપણે દર્શાવે છે.
RCBની જીત બાદ વિજય માલ્યાએ લખ્યું કે, ‘જ્યારથી મેં RCB ટીમ બનાવી હતી, ત્યારથી મારું સપનું હતું કે IPL ટ્રોફી બેંગ્લોર આવે. તે સમયે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીનને ટીમમાં લેવાની મને તક મળી, અને એ ખૂબ જ ખાસ વાત છે કે તે 18 વર્ષ સુધી RCB સાથે જોડાયેલો રહ્યો.
મને એ સન્માન પણ મળ્યું કે ક્રિસ ગેલ (યુનિવર્સ બોસ) અને એબી ડી વિલિયર્સ (મિસ્ટર 360) જેવા મહાન ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા. આ બંને RCBના ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. હવે આખરે RCBએ પહેલી વાર IPL ટ્રોફી જીતી લીધી. હું દરેકનો આભાર માનવા માગુ છું, જેમણે આ સપનું સાકાર કર્યું. RCBના ચાહકો સૌથી ખાસ છે અને તેઓ આ જીતના હકદાર પણ છે. Ee Sala Cup Bengaluru Baruthe (આ વખત કપ બેંગ્લોર આવી ગયો!)...
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp