Gujarat: AAPને લાગી શકે છે ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ

Gujarat: AAPને લાગી શકે છે ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ

06/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat:  AAPને લાગી શકે છે ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ

Umesh Makwana May be Resign: તાજેતરમાં જ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી થઈ હતી, જેમાં કડી બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે, તો વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી (AAP)ના ફાળે ગઈ છે, જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓના નવો જોશ પુરાયો છે, ગોપાલ ઇટાલિયાની જીત બાદ AAPના ધારાસભ્યોની સંખ્યા 5  થઈ ગઈ હતી, પરંતુ આજે પાર્ટીને એક મોટો ઝટકો લાગી શકે છે અને AAPના ધારાસભ્યોની સંખ્યા ફરીથી 4 થઈ શકે છે.


ઉમેશ મકવાણા ધારાસભ્ય પદ પરથી આપી શકે છે રાજીનામું

ઉમેશ મકવાણા ધારાસભ્ય પદ પરથી આપી શકે છે રાજીનામું

એવા અહેવાલ મળી રહ્યા છે કે AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા AAP સામે મોરચો ખોલી શકે છે. આજે બપોરે તેઓ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જ્યાં તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી શકે. ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સમાં જણાવશે કે તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે. આ સાથે જ તેઓ પોતાના પદ પરથી રાજીનામું પણ આપી શકે છે. હાલમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPના કોઈપણ ધારાસભ્યના ફોન રીસિવ કરી રહ્યા નથી. જેથી કહેવામાં આવી રહ્યું છે કે બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે બપોરે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.


2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેશ મકવાણાની થઈ હતી જીત

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેશ મકવાણાની થઈ હતી જીત

આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઇનકાર કરી દીધો તો. જોકે, સૂત્રોતરફથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણાં સમયથી ઉમેશ મકવાણા AAPના કોઈ કાર્યક્રમોમાં જોવા મળતા નહોતા.

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ઉમેશ મકવાણાને AAPએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top