તરુણીએ ઇન્સ્ટાગ્રામના ચક્કરમાં પગલું ભરી લીધું અને...

૧૫ વર્ષની છોકરીએ છીંક ખાધી… અને મા - બાપના પગ નીચેથી જમીન સરી ગઈ

06/06/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

તરુણીએ ઇન્સ્ટાગ્રામના ચક્કરમાં પગલું ભરી લીધું અને...

સુરત: એક ૧૫ વર્ષની છોકરી અને તેનાં પરિવારનું જીવન બીજી જૂનની રાત સુધી સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. જ્યાં સુધી છોકરીને છીંક ના આવી ત્યાં સુધી પરિવાર ગરમીની રાતે તરબૂચની મજા માણી રહ્યું હતું. બધુજ રોજની જેમ હેમખેમ હતું, પરંતુ એક છીંકે આ છોકરી અને તેના પરિવારનું જીવન ઉથલ-પાથલ કરી નાંખ્યું. છીંક આવતાં જ છોકરીનો શ્વાસ અટક્યો અને પેટમાં અસહ્ય દુ:ખાવો થયો. નિદાન માટે કિશોરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં લઈ જવામાં આવી. ત્યાં તો ખબર પડી કે...


હોસ્પિટલની તપાસમાં ખબર પડી કે

હોસ્પિટલની તપાસમાં ખબર પડી કે

હોસ્પિટલમાં તપાસ દરમિયાન ખબર પડી કે ૧૫ વર્ષની આ કિશોરી ચાર માસના ગર્ભ સાથે પ્રેગ્નેટ હતી. આ જાણી માં-બાપ બંને સ્તબ્ધ રહી ગયા હતાં. કન્યાને ત્યારબાદ ICUમાં ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવી હતી. છોકરીની તબીયતમાં સુધારો આવ્યા બાદ માતા-પિતાએ પૂછપરછ કરતાં તરુણીએ પોતાના પ્રેમ પ્રકરણ વિષે ખુલાસો કર્યો હતો. તરુણીને ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘર પાસે જ રહેતા ૨૫ વર્ષીય પંકજ સરોજ સાથે તેનો પરિચય થયો હતો. ચેટિંગ બાદ પંકજે તેને વાતોમાં ભોળવી તેનો વિશ્વાસ કેળવી લીધો હતો. પંકજ તરુણીને લલચાવી-ફોસલાવીને નજીકની ખાડી વાળા રસ્તે બોલાવતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.

દુષ્કર્મનો આ ઘટનાક્રમ લગાતાર ૮ માસ સુધી ચાલુ રહ્યો. યૌનશોષણનો ભોગ બનેલ સગીરાના સ્મીમેર હોસ્પિટલના નિદાન દરમિયાન સામે આવ્યું કે તેણે ૪ માસનું ગર્ભ ધારણ કર્યું હતું. આ મામલો પોલીસમાં પહોંચ્યા પછી પૂણા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.


Generation Z

Generation Z

જનરેશન ઝી ના જમાનામાં વ્યક્તિગત મિત્રતા પછી કેળવાય છે પરંતુ સોશીયલ મીડિયા પર પહેલા મળવાનું થાય છે. આવી મિત્રતા અને તેના અણછાજતા પરિણામો મીડિયાની ખબરોમાં લગભગ રોજ જ પ્રકાશિત થાય છે. આ કેસ પણ આવા જ ઘટનાક્રમનો હિસ્સો છે. જેમાં સોશિયલ મીડિયા પ્રભાવિત મિત્રતાના ચક્રવ્યૂહમાં ફસાઈને તરુણી અધોગતિના માર્ગે ધકેલાઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top