Video: આ રાજ્યના CMના કાફલાની 19 ગાડીઓમાં ભેળસેળવાળું ડીઝલ ભરી દીધું, થોડે સુધી જઈને ગાડીઓ થઈ ગઈ બંધ; પ્રશાસન દોડતું થઈ ગયું,
Madhya Pradesh: મધ્ય પ્રદેશના રતલામમાં આજે યોજાઈ રહેલા 'MP રાઇઝ 2025' કોન્ક્લેવમાં હાજરી આપવા જઇ રહેલા મુખ્યમંત્રી માટે લગાવવામાં આવેલા વાહનોના કાફલાની ગાડીઓમાં ભેળસેળવાળું ડીઝલ ભરવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે રાત્રે કાફલાના લગભગ 19 વાહનો ઢોસી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા ગયા હતા. ત્યાં ડીઝલ ભર્યા બાદ બધા વાહનો થોડે દૂર જઈને અચાનક બંધ થઈ ગયા. ડ્રાઇવરોએ પેટ્રોલ પંપ પર આ અંગે ફરિયાદ કરી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ખામી હોવાની માહિતી મળતા જ પ્રશાસનના અધિકારીઓ દોડી આવ્યા હતા. જ્યારે બધા વાહનોમાંથી ડીઝલ ખાલી કરાવવામાં આવ્યું ત્યારે તેમાંથી ડીઝલ સાથે અડધું પાણી નીકળ્યું. તેનાથી હોબાળો મચી ગયો. પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ખોલવાથી ગેરેજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. તેની સાથે, કેટલાક અન્ય ટ્રક ડ્રાઇવરો પણ આ જ ફરિયાદ સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યા.
શુક્રવારે રતલામમાં એક રિજનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લઇ રહ્યા છે.મુખ્યમંત્રીના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઇનોવા કાર બોલાવવામાં આવી હતી. ગુરુવારે રાત્રે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવ્યા બાદ થોડે દૂર જઈને એક પછી એક ગાડીઓ બંધ થઈ ગઈ. ત્યારબાદ પ્રશાસને પેટ્રોલ પંપને સીલ કરી દીધો. ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી.
આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઢોસી ગામમાં સ્થિત ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યૂલ્સ પેટ્રોલ પંપ પર ઘટનાની માહિતી મળ્યા બાદ, ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક અધિકારી પણ ત્યાં પહોંચ્યા. નાયબ મામલતદાર આશિષ ઉપાધ્યાય, ખાદ્ય અને પુરવઠા અધિકારી આનંદ ગોરે અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાહનોની ડીઝલ ટાંકી ખોલવામાં આવી. જાણવા મળ્યું કે વાહનમાં 20 લીટર ડીઝલ ભરાવ્યું હતું, જેમાંથી 10 લીટર પાણી બહાર આવ્યું. આજ સ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી.
VIDEO | Ratlam, Madhya Pradesh: As many as 19 vehicles of CM Mohan Yadav's convoy had to be towed after water was reportedly filled instead of diesel in them. The petrol pump was later sealed over fuel contamination.#MPNews #MadhyaPradeshNews(Full video available on PTI… pic.twitter.com/IQV9aE2Jfc — Press Trust of India (@PTI_News) June 27, 2025
VIDEO | Ratlam, Madhya Pradesh: As many as 19 vehicles of CM Mohan Yadav's convoy had to be towed after water was reportedly filled instead of diesel in them. The petrol pump was later sealed over fuel contamination.#MPNews #MadhyaPradeshNews(Full video available on PTI… pic.twitter.com/IQV9aE2Jfc
આ દરમિયાન, એક ટ્રકમાં પણ લગભગ 200 લીટર ડીઝલ ભરાવ્યું હતું, જે થોડા સમય સુધી ચાલ્યા બાદ બંધ થઈ ગઇ. ત્યારે અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના ક્ષેત્રિય મેનેજર શ્રીધરને ફોન કર્યો. તેમની સામે, પેટ્રોલ પંપના કર્મચારીઓ વરસાદને કારણે ડીઝલ ટાંકીમાં પાણી લીક થવાની વાત કરી રહ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp