ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? રિપોર્ટમાં થઈ ગયો ખુલાસો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એવી તબાહી મચાવી કે તે સદીઓ સુધી ભૂલી નહીં શકે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં બનેલા આતંકવાદી ઠેકાણાઓ, આર્મી કેમ્પ અને ઘણા એરબેઝ તબાહ કરી દીધા. હવે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની વાયુસેનાને કેટલું નુકસાન થયું હતું.
CDS અનિલ ચૌધરીએ પણ સ્પષ્ટતા કરી કે કેવી રીતે ભારતીય સેનાએ માત્ર 8 કલાકમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. તેમણે કહ્યું કે, 10 મેની રાત્રે પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે જો ભારત તેની કાર્યવાહી ચાલુ રાખશે તો તેને ખૂબ નુકસાન થશે. આ ડરને કારણે પાકિસ્તાને ભારત સાથે વાત કરી. જ્યારે પાકિસ્તાન તરફથી વાતચીત અને તણાવ ઘટાડવાની વિનંતી આવી, ત્યારે અમે તેનો સ્વીકાર કર્યો.
સૂત્રો અનુસાર, ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનના ઓછામાં ઓછા 6 ફાઇટર જેટ, એક C-130, એક મિસાઇલ અને એક AWACS વિમાન તોડી પાડ્યા. આ ઉપરાંત, પાકિસ્તાને 10 કોમ્બેટ ડ્રોન પણ ગુમાવ્યા. આ મૂલ્યાંકન નવી રીતે કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના 2 JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યા. તેમાં, એક ફાઇટર જેટ ડોગ ફાઇટમાં અને બીજું શાહબાઝ એરબેઝ, જકોકાબાદ ખાતે ઉડાન ભરવાની તૈયારી કરતી વખતે તબાહ થયું. જેમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યૂસુફ સહિત કુલ 05 વાયુસેનાના જવાનો માર્યા ગયા હતા.
આ ઉપરાંત, ભારત દ્વારા એક પાકિસ્તાની મિરાજ ફાઇટર જેટ, એક AWACS વિમાન અને એક C-130 લશ્કરી પરિવહન વિમાનને તબાહ કરી દેવામાં આવ્યા. પાકિસ્તાની વાયુસેનાના ભૂતપૂર્વ એર માર્શલે પોતે ખુલાસો કર્યો હતો કે ભારતે તેના એક AWACS વિમાનને તોડી પાડ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp