દરોડા પડ્યા તો બારીમાંથી નોટોના બંડલ ફેંકવા લાગ્યો ચીફ એન્જિનિયર, કરોડોની રોકડ મળી; જુઓ વીડિયો

દરોડા પડ્યા તો બારીમાંથી નોટોના બંડલ ફેંકવા લાગ્યો ચીફ એન્જિનિયર, કરોડોની રોકડ મળી; જુઓ વીડિયો

05/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

દરોડા પડ્યા તો બારીમાંથી નોટોના બંડલ ફેંકવા લાગ્યો ચીફ એન્જિનિયર, કરોડોની રોકડ મળી; જુઓ વીડિયો

ઓડિશામાં ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, વિજિલન્સ વિભાગે RW વિભાગના ચીફ એન્જિનિયર વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, અત્યાર સુધીમાં 2.1 કરોડની રોકડ મળી આવી છે. અત્યારે પણ તપાસ ચાલી રહી છે. વિજિલન્સ ટીમે ઓડિશાના ભુવનેશ્વર, અંગુલ અને પીપિલી સહિત 7 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર અને આવકથી વધારે સંપત્તિ ધરાવવાના આરોપો હેઠળ કરવામાં આવી હતી. દરોડામાં 8 DSP, 12 ઇન્સ્પેક્ટર, 6 ASI અને અન્ય અધિકારીઓ સામેલ હતા.


બારીમાંથી ફેકવામાં આવ્યા 500 રૂપિયાના બંડલ

બારીમાંથી ફેકવામાં આવ્યા 500 રૂપિયાના બંડલ

દરોડા દરમિયાન એક તરફ ભુવનેશ્વરના PDN એક્ઝોટિકા એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 1 કરોડ રૂપિયાની રોકડ મળી. તો બીજી તરફ, અંગુલમાં સ્થિત તેના 2 માળના ઘરમાંથી અત્યાર સુધી 1.1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. અહીં એટલી બધી રોકડ રકમ મળી આવી છે કે તેને ગણવા માટે મશીનોનો મગાવવામાં આવી છે અને નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે. એટલું જ નહીં, આ દરોડા દરમિયાન, ભુવનેશ્વરના ફ્લેટમાં હાજર રહેલા વૈકુંઠનાથ સારંગીએ વિજિલન્સ ટીમને આવતી જોઈને બારીમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ ફેંકી દીધા હતા. તેનો હેતુ ગેરકાયદેસર રોકડ છુપાવવાનો હતો, પરંતુ વિજિલન્સ ટીમે તરત જ સાક્ષીઓની હાજરીમાં નોટો જપ્ત કરી લીધી.


આ સ્થળોએ દરોડા પડ્યા

આ સ્થળોએ દરોડા પડ્યા

જે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં અંગુલના કરદગડિયામાં 2 માળના ઘરમાં, ભુવનેશ્વરના ડમડુમામાં PDN એક્ઝોટિકામાં ફ્લેટ, પુરીના પીપિલીમાં સિઉલા ગામનો ફ્લેટ, અંગુલના શિક્ષકપાડામાં સંબંધીનું ઘર, અંગુલના લોકેઇપાસી ગામમાં પૈતૃક ઘર, અંગુલના મતિયાસાહીમાં 2 માળનું પૈતૃક ઘર, ભુવનેશ્વરમાં ચીફ એંજિનિયરના કાર્યાલયના ચેમ્બરનો સમાવેશ થાય છે.

વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર, આ તપાસ સારંગીએ આવકથી વધારે સંપત્તિ પ્રાપ્ત કરવાના કેસમાં હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ હવે તેમના બેન્ક ખાતા, રોકાણ, સંપત્તિઓ અને અન્ય નાણાકીય સ્ત્રોતોની તપાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ કાર્યવાહી ઓડિશા સરકારની ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિનું એક મોટું ઉદાહરણ છે. હવે બધાની નજર વિજિલન્સ વિભાગના અંતિમ અહેવાલ પર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top