Worlds First ATM: આ દેશમાં લગાવવામાં આવ્યું હતું દુનિયાનું પહેલું ATM, જાણો કેવી રીતે મળ્યો હતો

Worlds First ATM: આ દેશમાં લગાવવામાં આવ્યું હતું દુનિયાનું પહેલું ATM, જાણો કેવી રીતે મળ્યો હતો તેના આવિષ્કારનો આઇડિયા

06/27/2025 Business

SidhiKhabar

SidhiKhabar

Worlds First ATM: આ દેશમાં લગાવવામાં આવ્યું હતું દુનિયાનું પહેલું ATM, જાણો કેવી રીતે મળ્યો હતો

Worlds First ATM: 8 નવેમ્બર 2016ના રોજ, જ્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી, ત્યારબાદ ગલી-મહોલ્લાઓમાં જેટલા ATM હતા, તેની બહાર લાઇનો જોવા મળી હતી. લોકો પૈસા કાઢવા માટે લાંબી-લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. જે લોકો પણ એ દિવસોમા નોટો માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હશે તેઓ ATMનું મહત્ત્વ સમજી ગયા હશે. આજે, ડિજિટલ પેમેન્ટના યુગમાં ભલે ATMની જરૂરિયાત ઓછી થઈ ગઈ હોય, પરંતુ જ્યારે ડિજિટલ યુગ નહોતો, ત્યારે ATM ખૂબ જ ઉપયોગી વસ્તુ હતી. તમે વિચારી રહ્યા હશો કે આજે આપણે તેનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છીએ. વાસ્તવમાં આજના જ દિવસે જ દુનિયાને પહેલું ATM મળ્યું હતું. ચાલો જાણીએ તેના આવિષ્કારની કહાની.


ક્યારે શરૂ થયું દુનિયાનું પહેલું ATM

ક્યારે શરૂ થયું દુનિયાનું પહેલું ATM

27 જૂન 1967ના રોજ, લંડનના એનફિલ્ડ વિસ્તારમાં દુનિયાનું પહેલું ATM શરૂ થયું હતું. આજે તેને 58 વર્ષ પૂર્ણ થયા છે. આ દુનિયાનું પહેલું ATM બાર્કલેઝ બેન્કની શાખાની બહાર લગાવવામાં આવ્યું હતું. આજે લોકો ભલે ATMનો ઉપયોગ બેફામ કરતા હોય, પરંતુ જ્યારે લોકોએ પહેલી વખત મશીનને પૈસા કાઢતા જોયું તો દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બ્રિટિશ અભિનેતા રેગ વર્નીએ દુનિયાના આ પહેલા ATMમાંથી પૈસા ઉપાડ્યા હતા. આજે તેનું નેટવર્ક આખી દુનિયામાં ફેલાયેલું છે.


ATMનો વિચાર કેવી રીતે આવ્યો?

ATMનો વિચાર કેવી રીતે આવ્યો?

જોન શેફર્ડ-બેરોનને આ મશીનના આવિષ્કારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બેરોને ATMનો આવિષ્કાર કરવાનો વિચાર એટલે આવ્યો હતો કારણ કે જ્યારે પણ તેઓ બેંકમાં પૈસા ઉપાડવા જતા ત્યારે ખૂબ લાંબી લાઇન રહેતી હતી. તેમને કલાકો સુધી આ લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. ઘણી વખત જ્યારે શનિવારે બેંક બંધ રહેતી ત્યારે પૈસા ઉપાડી શકાતા નહોતા. આ રીતે તેમને આ મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો.

એક  સાંજે જ્યારે તે ઘરે પાછા ફર્યા, ત્યારે સ્નાન કરતા તેમને વિચાર આવ્યો કે જો ચોકલેટ વેન્ડિંગ મશીનમાંથી ચોકલેટ નીકળી શકે છે, તો પછી એવું મશીન કેમ ન બનાવવામાં આવે જે પૈસા આપી શકે. હવે લંડનમાં લાગેલું દુનિયાનું આ પહેલું ATM ખૂબ બદલાઈ ગયું છે. બાર્કલેઝ બેન્કની શાખામાં લાગેલા આ ATMને 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર  વર્ષ 2017માં  સોનાનું બનાવી દેવામાં આવ્યું હતું.


ભારતમાં ATM ક્યારે આવ્યું

ભારતમાં ATM ક્યારે આવ્યું

છેલ્લા 5  દાયકાથી તેમાં ટેક્નિકલ બદલાવ કરવામાં આવી રહ્યા છે, જે અત્યારે પણ થઇ રહ્યા છે. ભારતમાં પહેલા ATMની વાત કરીએ તો, અહીં પહેલું ATM વર્ષ 1987માં શરૂ થયું હતું. મુંબઈમાં HSBC એટલે કે હોંગકોંગ અને શાંઘાઈ બેન્ક કોર્પોરેશને મુંબઈની એક શાખામાં ATM મશીન લગાવ્યું હતું. RBIના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2020 સુધી દેશમાં 2,34,244 મશીનો લગાવવામાં આવ્યા હતા. જોન શેફર્ડે અગાઉ આ ATM મશીનનો PIN 6 અંકનો રાખ્યો હતો, પરંતુ એવું કહેવાય છે કે તેમની પત્નીને તે યાદ રાખવામાં મુશ્કેલી પડી રહી હતી, એટલે તેમણે તેને 4 અંકોનો કરી દીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top