ટાટા ટેક્નોલોજીસના IPO પર દાવ લગાવવા જઈ રહ્યા હોવ તો જાણી લો એક્સપર્ટ્સ શું કહી રહ્યા છે

ટાટા ટેક્નોલોજીસના IPO પર દાવ લગાવવા જઈ રહ્યા હોવ તો જાણી લો એક્સપર્ટ્સ શું કહી રહ્યા છે

11/22/2023 Business

SidhiKhabar

SidhiKhabar

ટાટા ટેક્નોલોજીસના IPO પર દાવ લગાવવા જઈ રહ્યા હોવ તો જાણી લો એક્સપર્ટ્સ શું કહી રહ્યા છે

લગભગ 2 દશક બાદ ટાટા ગૃપની કોઈ કંપનીનો IPO આજે ઓપન થવા જઈ રહ્યો છે. રોકાણકારો લાંબા સમયથી ટાટા ટેક્નોલોજીસના આ IPOની રાહ જોઈ રહ્યા હતા. ટાટા ગ્રૃપનો આ IPO આજે એટલે કે 22 નવેમ્બરથી 24 નવેમ્બર 2023 સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે પ્રાઇઝ બેન્ડ 475 રૂપિયાથી 500 રૂપિયા પ્રતિ શેર સુધી નક્કી કરી છે. ટાટા ટેક્નોલોજીસના IPOની સાઇઝ 3042.51 કરોડ રૂપિયાની છે. ઉલ્લેખનીય છે કે ટાટા ટેક્નોલોજીસ IPOએ 67 રોકાણકારોના માધ્યમથી 791 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.


ગ્રે માર્કેટમાં ગદર મચાવી રહ્યા છે સ્ટોક:

ટોપ શેર બ્રોકરના રિપોર્ટ મુજબ, ગ્રે માર્કેટમાં આ IPO 355 રૂપિયાના પ્રીમિયમ પર આજે ટ્રેડ કરી રહ્યા છે. જો આ જ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહી તો કંપનીની લિસ્ટિંગ 855 રૂપિયા થઈ શકે છે. રોકાણકારોને પહેલા દિવસે 71 ટકાનો ફાયદો થઈ શકે છે


શું છે સાઇઝ લોટ:

શું છે સાઇઝ લોટ:

કંપનીએ 30 શેરોનો એક લોટ બનાવ્યો છે, જેના કારણે એક રોકાણકારે ઓછામાં ઓછા 15 હજાર રૂપિયા દાવ લગાવવા પડશે. એક રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ પર પૈસા લગાવી શકે છે. દાવ લગાવનાર રોકાણકારોનો શેર અલોટમેન્ટ 27 નવેમ્બર 2023ના રોજ કરી શકાય છે, જ્યારે લિસ્ટિંગ 29 નવેમ્બરે સંભવ છે.


શું કહી રહ્યા છે એક્સપર્ટ:

કેજરીવાલ રિસર્ચના ફાઉન્ડર અરુણ કેજરીવાલ કહે છે કે, ‘ટાટા ટેક્નોલોજીસ લિમિટેડ EV સેગમેન્ટની અગ્રણી કંપની છે. કંપનીએ વૈશ્વિક સ્તર પર ઘણી કંપનીઓને EV સેગમેન્ટમાં મદદ કરી છે. કંપનીએ ગત નાણાકીય વર્ષે (માર્ચ 23) 4,414 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. એક્સપર્ટનું કહેવું છે કે આ IPOને સબ્સક્રાઇબ કરવો જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top