શું તમારી પાસે પણ છે SBI ક્રેડિટ કાર્ડ? 15 જુલાઈથી બદલાવાના છે આ નિયમ

શું તમારી પાસે પણ છે SBI ક્રેડિટ કાર્ડ? 15 જુલાઈથી બદલાવાના છે આ નિયમ

06/18/2025 Business

SidhiKhabar

SidhiKhabar

શું તમારી પાસે પણ છે SBI ક્રેડિટ કાર્ડ? 15 જુલાઈથી બદલાવાના છે આ નિયમ

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ઘણા મોટા બદલાવો થવાના છે  અને આ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. આ બદલાવોમાં માસિક બિલની મિનિમમ એમાઉન્ટ ડ્યૂ (MAD)થી લઈને કોમ્પ્લિમેન્ટરી વીમા કવરનો સમાવેશ થાય છે.


હવે તમારે વધુ ચૂકવવી પડશે ન્યૂનતમ રકમ!

હવે તમારે વધુ ચૂકવવી પડશે ન્યૂનતમ રકમ!

SBI કાર્ડે તેના ક્રેડિટ કાર્ડે વપરાશકર્તાઓ માટે ઘણા બદલાવોની જાહેરાત કરી છે અને તેની માહિતી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સંબંધિત સૌથી મોટો ફેરફાર જે આગામી મહિને 15 જુલાઈ, 2025થી લાગુt થઈ શકે છે તે ક્રેડિટ કાર્ડ બિલ પર મિનિમમ એમાઉન્ટ ડ્યૂ સાથે સંબંધિત છે.

SBI કાર્ડના નવા નિયમો અનુસાર, હવે કુલ બાકી બિલના 2 ટકા રકમ સાથે, GSTની 100 ટકા એમાઉન્ટ, EMI બેલેન્સ, ફીસ, ફાઇનાન્સ ચાર્જ, ઓવરલિમિટ રકમ (જો કોઈ હોય તો) પણ મિનિમમ ડ્યૂમાં સામેલ કરવામાં આવશે.

મિનિમમ એમાઉન્ટ ડ્યૂનો નવો ફોર્મ્યૂલા (SBI કાર્ડ વેબસાઇટ અનુસાર)

100% GST

100% EMI

100% ફી અને ચાર્જ

100% ફાઇનાન્સ ચાર્જ

ઓવરલિમિટ રકમ (જો કોઈ હોય તો)

બાકી રકમનો 2 ટકા હિસ્સો


શું હોય છે મિનિમમ એમાઉન્ટ ડ્યૂ?

શું હોય છે મિનિમમ એમાઉન્ટ ડ્યૂ?

અહીં એ જાણી લેવું જરૂરી છે કે આખરે ક્રેડિટ કાર્ડની મિનિમમ એમાઉન્ટ ડ્યૂ શું હોય છે. મિનિમમ એમાઉન્ટ તમારા બાકી બિલનો એ હિસ્સો હોય છે, જે તમે દર મહિને નિશ્ચિત રૂપે ચૂકવો છો. જેથી લેટ પેમેન્ટથી બચી શકાય. તે સામાન્ય રીતે તમારી કુલ બાકી રકમના 2 ટકા અથવા 5 ટકા હોય છે. પરંતુ ધ્યાન રાખો કે આ ડિફોલ્ટથી બચવાનો એક રસ્તો છે, કેમ કે તેને ચૂકવ્યા બાદ પણ, તમારા ઉપર વ્યાજ ચઢે છે, એવામાં જરૂરી છે કે દર મહિને બાકી ક્રેડિટ કાર્ડનું બાકી બિલ સમયસર ચૂકવી દો.


એર એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ કવર ખતમ

એર એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ કવર ખતમ

SBI ક્રેડિટ કાર્ડના મિનિમમ એમાઉન્ટ ડ્યૂ રૂલમાં બદલાવ સાથે જ SBI ક્રેડિટ કાર્ડ એલિટ, SBI કાર્ડ માઈલ્સ એલીટ અને SBI કાર્ડ માઈલ્સ પ્રાઇમ વપરાશકર્તાઓ માટે 15 જુલાઈથી SBI કાર્ડથી આપવામાં આવતું કોમ્પ્લિમેન્ટરી હવાઈ અકસ્માત કવર બંધ કરવામાં આવશે. કંપની તરફથી કાર્ડધારકોને 1 કરોડ રૂપિયા સુધીનું મફત વીમા કવર બંધ કરવામાં આવશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ ધારકોને આ સુવિધા આપે છે. SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ પર આ કવર 50 લાખ રૂપિયા સુધીનું છે, જે પણ બંધ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top