Kolkata Gang Rape Case: ઘોર કળિયુગ! કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, 3ની ધરપકડ; એક TMCનો નેતા
College Campus Gang Rape Case: કોલકાતામાં એક વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના થઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના વિદ્યાર્થિની સાથે તેના જ કોલેજ કેમ્પસમાં જ થઇ હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થિની કાયદાનો અભ્યાસ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ બની હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 2 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ ગેંગરેપમાં પહેલો આરોપી 31 વર્ષીય મણોજિત મિશ્રા છે, જે કોલેજનો પૂર્વ વિદ્યાર્થી સાથે સાઉથ કોલકાતા તૃણમૂલ વિદ્યાર્થી પરિષદ (TMCP)નો હાલનો જિલ્લા મહાસચિવ પણ છે. પૂર્વ વિદ્યાર્થી મણોજિત મિશ્રાનું સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજનીતિક કનેક્શન સામે આવ્યું છે. તો બીજો આરોપી પહેલા વર્ષનો વિદ્યાર્થી 19 વર્ષીય જૈબ અહમદ સાથે જ અન્ય એક આરોપી વર્તમાનનો 20 વર્ષીય વિધાર્થી પ્રમિત મુખર્જી છે.
કોલકાતામાં વિદ્યાર્થિની પર બળાત્કારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે આર.જી. કર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે તે કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં, સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. તેના પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. મામલાના 164 દિવસ બાદ દોષિત સંજય રોયને સજા ફટકારવામાં આવી હતી.
જોકે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રે માનવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ રેરેસ્ટ ઓફ રેર મામલો નથી.એટલે મૃત્યુદંડ નહીં આપી શકાય. તો, સ્થાનિક કોર્ટે રાજ્યને પીડિત પરિવારને 17 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો, પરંતુ પરિવારે તે સ્વીકારવાનો ઇનકાર કરી હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp