India US Trade Deal: ભારત-અમેરિકામાં વાત બની ગઈ છે કે પછી આમ જ મોટી-મોટી ફેંકી રહ્યા છે ટ્રમ્પ?

India US Trade Deal: ભારત-અમેરિકામાં વાત બની ગઈ છે કે પછી આમ જ મોટી-મોટી ફેંકી રહ્યા છે ટ્રમ્પ?

06/27/2025 Business

SidhiKhabar

SidhiKhabar

India US Trade Deal: ભારત-અમેરિકામાં વાત બની ગઈ છે કે પછી આમ જ મોટી-મોટી ફેંકી રહ્યા છે ટ્રમ્પ?

India US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થવા જઈ રહી છે અને તે ચીન સાથેની ડીલ જેવી જ ખૂબ મોટી ડીલ હશે. અમેરિકાએ પહેલાથી જ ચીન સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. 26 જૂને, વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ તાજેતરમાં જ ચીન સાથે એક ડીલ કરી છે. ભારત સાથે પણ એક ખૂબ મોટી ડીલ થવા જઈ રહી છે. જોકે, તેમણે આ ડીલમાં બીજું શું હશે અને આ મુદ્દા પર બંને દેશો વચ્ચેની વાતચીત કેટલી આગળ વધી છે તે અંગે કોઈ માહિતી આપી નહોતી. ભારત અમેરિકાને સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આ ડીલ ત્યારે જ થશે, જ્યારે તે બંને દેશો માટે ફાયદાકારક હશે.


પિયુષ ગોયલે ભારત-અમેરિકની ડીલને લઈને શું કહ્યું?

પિયુષ ગોયલે ભારત-અમેરિકની ડીલને લઈને શું કહ્યું?

ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ભારતના દરવાજા ખોલવા જઈ રહ્યા છીએ. ચીન સાથે પણ અમે એવું જ કરી રહ્યા છીએ. આ એવી બાબતો છે જે પહેલા ક્યારેય સંભાવ નહોતી. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પરિવર્તન વચ્ચે, અમેરિકા પોતાની રણનીતિક વેપાર ભાગીદારીને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. અમેરિકા દરેક દેશ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર નહીં કરે કેટલાક દેશોને અમે માત્ર એક પત્ર મોકલીશું અને આભાર માનીશું, પરંતુ હવે તમારે 25, 35 અથવા 45 ટકા ડ્યુટી ચૂકવવી પડશે.’

ટ્રમ્પના નિવેદન અગાઉ, આ મહિને, અમેરિકન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે અમેરિકા-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)માં ભારત-અમેરિકા વેપાર કરાર અંગે કહ્યું હતું કે, બંને દેશોએ ઘણા મુદ્દાઓ પર જોઇન્ટ દૃષ્ટિકોણ હાંસલ કરી લીધો છે અને ટૂંક સમયમાં સંતુલિત વેપાર ડીલ થઈ શકે છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 10 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે એક વેપાર ડીલ કરવા તરફ કામ કરી રહ્યા છીએ જે ભારત અને અમેરિકા બંને માટે ફાયદાકારક હોય. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ડીલ નિષ્પક્ષ અને સંતુલિત હશે.


ક્યાં ફસાયો છે પેંચ

ક્યાં ફસાયો છે પેંચ

અમેરિકા જ્યા વહેલી તકે આ ડીલ કરવાના મૂડમાં છે, ત્યારે ભારત કોઈ ઉતાવળ કરવા માગતું નથી અને તેણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના હિતોથી સમાધાન નહીં કરે. 26 ટકા ટેરિફના સંભવિત ભય છતા ભારત કોઈપણ સંજોગોમાં નમવાના મૂડમાં નથી. ટેરિફ માટે ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ડેડલાઇન 9 જુલાઈના રોજ સમાપ્ત થશે. ભારત ‘વિન વિન" પરિસ્થિતિ બનાવવા માગે છે, જેથી બંને દેશોને આ ડીલનો લાભ મળે. અમેરિકા ભારત પાસેથી ખાદ્ય અને કૃષિ જેવા ક્ષેત્રો ખોલવાની માગ કરી રહ્યું છે. પરંતુ, ભારત આમ કરવા તૈયાર નથી. અમેરિકા ઇચ્છે છે કે આ વચગાળાની ડીલ માત્ર કૃષિ પૂરતી સીમિત  મર્યાદિત ન રહે, પરંતુ સરકારી ખરીદી, બૌદ્ધિક સંપદા અધિકાર, કસ્ટમ્સ અને ડિજિટલ વેપાર જેવા મહત્ત્વપૂર્ણ વિષયોને પણ સામેલ કરવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top