સૌરવ ગાંગુલીની બાયોપિકમાં લીડ રોલ નિભાવશે આ એક્ટર, બોલ્યો- ‘ખૂબ નર્વસ છું..’
Sourav Gangulys Biopic: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર સૌરવ ગાંગુલીની જિંદગી પર બાયોપિક બનવા જઈ રહી છે. તેમના પર બની રહેલી ફિલ્મમાં બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવતો જોવો મળશે. સૌરવ ગાંગુલી માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ વર્લ્ડ ક્રિકેટમાં પણ એક મહાન ખેલાડી તરીકે જાણીતા છે. હવે તેમની જિંદગી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. પોતે અભિનેતા રાજકુમાર રાવે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અભિનેતા રાજકુમાર રાવે મહિનાઓથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવતા સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે કે તેની આગામી ફિલ્મ બાયોપિક હશે અને તે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે. તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં રાજકુમારે કહ્યું હતું કે, ‘હવે જ્યારે દાદા (સૌરવ)એ એમ કહી દીધું છે, તો મારે પણ તેને સત્તાવાર રીતે બતાવી દેવું જોઈએ. હા, હું તેમની બાયોપિકમાં તેમનું પાત્ર ભજવી રહ્યો છું.’
રાજકુમાર રાવે કહ્યું કે, ‘તે આ ભૂમિકાને લઈને ખૂબ જ નર્વસ છે, પરંતુ તેની સાથે જ તે નવા પડકાર માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. આ એક ખૂબ મોટી જવાબદારી છે, પરંતુ તે ખૂબ જ મજેદાર રહેશે. એવી પણ જાણકારી સામે આવી છે કે રાવ આ ભૂમિકા માટે મોટા પ્રમાણમા તૈયારી કરી રહ્યો છે. ગાંગુલીની રીતભાત શીખવા ઉપરાંત, તે બંગાળી ભાષા પણ શીખી રહ્યો છે.
સૌરવ ગાંગુલીએ ફિલ્મની પ્રોડકશન ટાઈમલાઇન પર અપડેટ આપ્યું છે. તેમણે PTIને કહ્યું કે, ‘તે સારી ચાલી સહી છે. તે આગામી ડિસેમ્બરમાં રીલિઝ થશે. શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થઇ. પ્રી-પ્રોડક્શન, સ્ટોરી અને સ્ક્રિપ્ટિંગમાં ખૂબ સમય લાગે છે. શૂટિંગમાં એટલો સમય લાગતો નથી, તે લગભગ 3 મહિનાનો છે અને પછી પોસ્ટ-પ્રોડક્શનમાં સમય લાગે છે. પોતાની બાયોપિકમાં રાજકુમાર રાવને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘મને લાગે છે કે યોગ્ય વ્યક્તિ તેને કરી રહ્યો છે. હું તેને દરેક રીતે મદદ કરીશ.’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌરવ ગાંગુલી પર બની રહેલી રાજકુમાર રાવની કાસ્ટિંગ ગયા વર્ષે રીલિઝ થયેલી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં તેની શાનદાર અદાકારી બાદ થઈ છે, જે ક્રિકેટ પર બેઝ્ડ ફિલ્મ હતી. તો હાલમાં અભિનેતા પોતાની આગામી ફિલ્મ 'માલિક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp