WTC Final: ભારત નહીં આ દેશને મળી આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની મેજબાની; ICCએ લગાવી દ

WTC Final: ભારત નહીં આ દેશને મળી આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની મેજબાની; ICCએ લગાવી દીધી મહોર

07/21/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

WTC Final: ભારત નહીં આ દેશને મળી આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની મેજબાની; ICCએ લગાવી દ

ICC World Test Championship Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નું એક ચક્ર 2 વર્ષનું હોય છે અને આ દરમિયાન ટીમો એક-બીજા સાથે ટેસ્ટ શ્રેણી રમે છે અને પછી 2 વર્ષના અંતે WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેલી ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાય છે. તેમની વચ્ચે ફાઇનલ મેચ રમાય છે. અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 3 ફાઇનલ રમાઈ છે અને ત્રણેય ફાઇનલ ઇંગ્લેન્ડમાં રમાઈ છે. હાલમાં WTCનું ચોથું ચક્ર રમાઈ રહ્યું છે, જેની ફાઇનલ 2027માં થશે. હવે ICCએ તેની પ્રેસ રીલિઝમાં માહિતી આપી છે કે આગામી 3 WTC ફાઇનલ (2027, 2029 અને 2031)ની યજમાની કરવાના અધિકારો ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને આપવામાં આવ્યા છે. એવામાં, ICCએ પુષ્ટિ કરી દીધી છે કે આગામી 3 WTC ફાઇનલ ઇંગ્લેન્ડની ધરતી પર જ થશે. એ વાતની ખૂબ ચર્ચા હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027ની ફાઇનલ ભારતમાં થઈ શકે છે, પરંતુ આ બધી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યો છે.


બેઠકમાં ICCએ લીધો મોટો નિર્ણય

બેઠકમાં ICCએ લીધો મોટો નિર્ણય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની વાર્ષિક બેઠક સિંગાપોરમાં યોજાઈ હતી. જ્યાં ICCએ અફઘાન મૂળની વિસ્થાપિત મહિલા ક્રિકેટરોના સમર્થના સાથે સંબંધિત પ્રગતિ, ભારતમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 અને ઇંગ્લેન્ડમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 સહિતની મુખ્ય ICC ઇવેન્ટ્સ અંગે ચર્ચા કરી હતી. આ જ બેઠકમાં, ICCએ આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના મેજબાન નક્કી કર્યા છે.


અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 3 ફાઇનલ મેચ થઈ

અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 3 ફાઇનલ મેચ થઈ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી ફાઇનલ મેચ 2021માં ઇંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટનમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી હતી. ત્યારબાદ WTC 2023ની બીજી ફાઇનલ મેચ લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. WTC 2025ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટથી જીતી હતી. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ 1-1 વખત WTC ફાઇનલ જીતી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top