Parliament Monsoon session 2025: ટીમ મોદી Vs ટીમ રાહુલ, ગરજશે કોણ અને વરસશે કોણ? જાણો કોની શું

Parliament Monsoon session 2025: ટીમ મોદી Vs ટીમ રાહુલ, ગરજશે કોણ અને વરસશે કોણ? જાણો કોની શું તૈયારી

07/21/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Parliament Monsoon session 2025: ટીમ મોદી Vs ટીમ રાહુલ, ગરજશે કોણ અને વરસશે કોણ? જાણો કોની શું

Parliament Monsoon session 2025 Day-1: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ નહીં પડે તે નક્કી થઈ ચૂક્યું છે. ઘનઘોર 'શબ્દવર્ષ' થશે. વિપક્ષે પહેલાથી જ આના સંકેતો આપી દીધા છે. ચક્રવ્યૂહ રચી દેવામાં આવ્યો છે. બિહાર મતદાર યાદીના દરવાજા પર નાકાબંધી મજબૂત છે. ઓપરેશન સિંદૂર પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં આવી છે. બીજી તરફ, સરકાર પણ વિપક્ષની તૈયારીઓથી વાકેફ છે. વિપક્ષના ચક્રવ્યૂહને તોડવા માટે યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે.  રવિવારે સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ઓપરેશન સિંદૂર પર અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અને બિહાર મતદાર યાદી ચકાસણીના મુદ્દા પર સંસદમાં વડાપ્રધાન મોદીના નિવેદનથી ઓછા પર નહીં માને.

રવિવારે સાંજે બેઠક બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રેસને સંબોધતા જણાવ્યું હતું કે, ‘સંસદના આ ચોમાસુ સત્રમાં કુલ 51 રાજકીય પક્ષો અને અપક્ષ સાંસદો ભાગ લેશે. આ 51 પક્ષોના 54 સભ્યો આજે બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક સકારાત્મક રહી. બધા નેતાઓએ પોતપોતાના પક્ષોની સ્થિતિ સમજાવી અને આ સત્રમાં લાવવામાં આવનારા મુદ્દાઓ ઉઠાવ્યા. અમે સરકાર વતી બધા મુદ્દાઓ લખી દીધા છે. સંસદના ચોમાસુ સત્રમાં, કેન્દ્ર સરકાર 8 નવા બિલ રજૂ કરશે અને અન્ય પેન્ડિંગ બિલો પર પણ ચર્ચા કરવામાં આવશે. સરકારનું મુખ્ય ધ્યાન આવકવેરા બિલ 2025 પર છે, જે 13 ફેબ્રુઆરીએ બજેટ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.


બધાની નજર આવકવેરા બિલ પર રહેશે

બધાની નજર આવકવેરા બિલ પર રહેશે

ભાજપ સાંસદ બૈજયંત જય પાંડાની આગેવાની હેઠળની સંસદની પસંદગી સમિતિએ સંશોધન સાથે આવકવેરા બિલને સ્વીકારી લીધુ છે. હવે તેને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ સંસદમાં પસાર કરવા માટે લાવવામાં આવશે. અન્ય મહત્ત્વપૂર્ણ બિલોમાં મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સંશોધન) બિલ 2025નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન માટે દર 6 મહિને સંસદની મંજૂરીની જરૂર પડશે, એટલે તેના વિસ્તરણ માટે એક બિલ પણ લાવવામાં આવશે.

આ સત્રમાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સંશોધન) બિલ 2025 પણ રજૂ કરવામાં આવશે, જેનો હેતુ વ્યવસાય કરવાની સરળતા અને નિયમનકારી પાલનમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત, અગાઉ રજૂ કરાયેલા 7 અન્ય બિલો પર પણ ચર્ચા કરવામાં આવશે.


ચોમાસુ સત્રમાં રજૂ થનારા બિલો

ચોમાસુ સત્રમાં રજૂ થનારા બિલો

ચોમાસુ સત્રમાં રજૂ થનારા બિલોમાં શિપિંગ બિલ 2024, મેરીટાઇમ કાર્ગો બિલ 2024, કોસ્ટલ શિપિંગ બિલ 2024, ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિનું પ્રતિનિધિત્વ બિલ 2024, મર્ચન્ટ શિપિંગ બિલ 2024, ભારતીય બંદરગાહ બિલ 2025, આવકવેરા બિલ 2025, મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સંશોધન) બિલ 2025, જન વિશ્વાસ (જોગવાઈઓમાં સંશોધન) બિલ 2025, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (સંશોધન) બિલ 2025, કરવેરા કાયદા (સંશોધન) બિલ 2025, ભૂ-ધરાત સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ 2025, ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સંશોધન બિલ 2025, રાષ્ટ્રીય રમતગમત પ્રશાસન બિલ 2025 અને નેશનલ એન્ટિ ડોપિંગ સંશોધન બિલ 2025નો સમાવેશ થાય છે.


પહેલા દિવસે રાજ્યસભાના પ્રાશનકાળમાં અમદાવાદ પ્લેન ક્રેશ સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવશે

પહેલા દિવસે રાજ્યસભાના પ્રાશનકાળમાં અમદાવાદ પ્લેન ક્રેશ સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવશે

ચોમાસુ સત્રના પહેલા દિવસે, રાજ્યસભાના પ્રશ્નકાળ દરમિયાન મોટાભાગના સવાલ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ દેશમાં હવાઈ મુસાફરીની સુરક્ષા સાથે જોડાયેલા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુને પૂછવામાં આવનારા સવાલોમાં સૌથી મહત્ત્વપૂર્ણ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ ઉઠાવવામાં આવેલા પગલાં, 787 ડ્રીમલાઈન વિમાનનું નિરીક્ષણ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના નવા સુરક્ષાના ધોરણો અને હવાઈ મુસાફરી અને સુરક્ષા સાથે સંબંધિત છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top