પાકિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખત હાલી એ જગ્યા જ્યાંથી થોડે દૂર ભારતે પાડી હતી બ્રાહ્મોસ

પાકિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખત હાલી એ જગ્યા જ્યાંથી થોડે દૂર ભારતે પાડી હતી બ્રાહ્મોસ

05/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખત હાલી એ જગ્યા જ્યાંથી થોડે દૂર ભારતે પાડી હતી બ્રાહ્મોસ

27 મેની સાંજે પાકિસ્તાનની ધરતી ફરી એકવાર ધ્રૂજી ઉઠી. આ વખત એ સ્થળ હાલ્યુ, જ્યાંથી થોડા કિલોમીટરના અંતરે, ભારતે બ્રહ્મોસ છોડીને આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સાંજે 7:20 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ઝાંગ સદરથી 19 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. ઝાંગ સદરથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું એક મહત્ત્વપૂર્ણ શહેર છે અને તે ફૈસલાબાદ વિભાગમાં ચિનાબ નદીના કિનારે આવેલું છે. પરંતુ આ ભૂકંપ માત્ર ભૌગોલિક ઘટના નથી, તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝાંગ સદરથી થોડાક સો કિલોમીટર દૂર સ્થિત બહાવલપુર ભારતની કડક દેખરેખ હેઠળ છે. આ વિસ્તારોમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ઠેકાણા હોવાની પુષ્ટિ થઈ હતી અને ભારતે તેમને મિસાઇલોથી નષ્ટ કરી દીધા હતા.


ભૂકંપ અને બ્રહ્મોસ- આ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર કેમ બન્યા?

ભૂકંપ અને બ્રહ્મોસ- આ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર કેમ બન્યા?

સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. ઝાંગ સદર, જ્યાંથી ભૂકંપનું કેન્દ્રબિંદુ 19 કિમી દૂર હતું, તે પાકિસ્તાનના એજ વિસ્તારોમાં આવેલું છે જ્યાં વારંવાર આતંકવાદી ગતિવિધિઓના અહેવાલો સામે આવી રહ્યા છે. જ્યારે બહાવલપુરને જૈશ-એ-મોહમ્મદનો ગઢ માનવામાં આવે છે. ભારતની પ્રતિ-વ્યૂહરચનામાં આ વિસ્તારોને ‘હાઇ વેલ્યૂ ટારગેટની જેમ ચિહ્નિત કરવામાં આવ્યો હતો.


આ માત્ર એક સંયોગ છે કે કંઈક બીજું?

આ માત્ર એક સંયોગ છે કે કંઈક બીજું?

લોકો પૂછી રહ્યા છે કે પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ કેમ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ભારતની કાર્યવાહીનું પરિણામ તો નથી. શું જમીનની નીચે ધ્રુજારી માત્ર કુદરતી છે કે પછી તાજેતરની ગતિવિધિઓનું પરિણામ છે? જો કે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ પાકિસ્તાનમાં ગભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર તેને 'સંદેશ આપનાર ભૂકંપ' પણ ગણાવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top