IND Vs ENG 5th Test: પાંચમી ટેસ્ટ અગાઉ ઇંગ્લિશ ટીમને ડબલ ઝટકો! આ 2 ખેલાડી થયા બહાર, સામે આવી પ્

IND Vs ENG 5th Test: પાંચમી ટેસ્ટ અગાઉ ઇંગ્લિશ ટીમને ડબલ ઝટકો! આ 2 ખેલાડી થયા બહાર, સામે આવી પ્લેઇંગ XI; જાણો કોણ આઉટ કોણ ઇન

07/31/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IND Vs ENG 5th Test: પાંચમી ટેસ્ટ અગાઉ ઇંગ્લિશ ટીમને ડબલ ઝટકો! આ 2 ખેલાડી થયા બહાર, સામે આવી પ્

IND Vs ENG Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજથી લંડનના ઓવલ ખાતે રમાશે, પરંતુ આ મેચ અગાઉ જ ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ જમણા ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ નહીં રમે. તો આર્ચર પણ આ મેચમાં જોવા નહીં મળે. આ 2 ખેલાડીઓ બહાર થવાથી ઇંગ્લેન્ડને મોટું નુકસાન થઇ શકે. આ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે બેન સ્ટોક્સનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં, બેન સ્ટોક્સે 43.42ની સરેરાશથી 304 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી ફટકારી. તેનો હાઈએસ્ટ સ્કોર 141 રન હતો. તેના બેટમાંથી 3 છગ્ગા અને 31 ચોગ્ગા નીકળ્યા. તો, બેન સ્ટોક્સે પોતાની ફાસ્ટ બોલિંગથી 17 વિકેટ લીધી. 5/72 ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ હતી. સ્ટોક્સે પહેલીવાર એક જ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી હતી.

બીજી તરફ, આર્ચરે પણ શાનદાર બોલિંગ કરી છે. તે ખાસ કરીને ડાબા હાથના બેટ્સમેન માટે એક મોટી સમસ્યા બનીને ઉભરી આવ્યો છે. તેણે પંત, સાઈ સુદર્શન અને જાડેજા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી હતી. આર્ચરની ગેરહાજરીથી ઈંગ્લેન્ડની બોલિંગની ધાર ઓછી થઈ થશે.


ઈંગ્લેન્ડની સ્પિનની જવાબદારી કોણ સંભાળશે?

ઈંગ્લેન્ડની સ્પિનની જવાબદારી કોણ સંભાળશે?

 ઈંગ્લેન્ડની ટીમ કોઈ વિશેષજ્ઞ સ્પિનર વિના 'ધ ઓવલ'માં ઉતરશે. માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં લિયામ ડોસન આ ભૂમિકામાં હતા. આખી મેચમાં તેને માત્ર એક જ સફળતા મળી હતી. શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડે જેકબ બેથેલથી કામ ચલાવવું પડશે, જે બેટિંગ ઓલરાઉન્ડર છે. તે ડાબા હાથની સ્પિન પણ બોલિંગ કરે છે. તેણે અત્યાર સુધી 3 ટેસ્ટમાં 3 વિકેટ લીધી છે. બીજી તરફ, કાર્યકારી કેપ્ટન ઓલી પોપે સ્પિન માટે જો રૂટ તરફ જવું પડશે, જેણે આ શ્રેણીમાં બોલિંગ કરતા 2 વિકેટ લીધી છે.


સ્ટોક્સનું શું થયું?

સ્ટોક્સનું શું થયું?

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી અને ડ્રો થયેલી ચોથી ટેસ્ટના છેલ્લા 3 દિવસમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે ભારતની પહેલી ઇનિંગમાં 24 ઓવર ફેંકી હતી, પરંતુ બીજી ઇનિંગમાં તે માત્ર 11 ઓવર જ ફેંકી શક્યો હતો.

પાંચમા દિવસે વોર્મ-અપ દરમિયાન, તેને જમણા ખભામાં પરેશાની થતી દેખાતી હતી અને બોલિંગ કરતા તે સતત ખભા પર હાથ ફેરવતો રહેતો હતો. આ ઇંગ્લેન્ડ માટે એક મોટો ઝટકો છે, કારણ કે સ્ટોક્સ શાનદાર ફોર્મમાં છે અને તે સતત બે મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતી ચૂક્યો છે.

ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI:

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રૂક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top