1300 રૂપિયાની આસપાસ લિસ્ટ થશે આ કંપનીનો IPO! આજથી દાવ લગાવી શકશે રોકાણકાર

1300 રૂપિયાની આસપાસ લિસ્ટ થશે આ કંપનીનો IPO! આજથી દાવ લગાવી શકશે રોકાણકાર

12/13/2023 Business

SidhiKhabar

SidhiKhabar

1300 રૂપિયાની આસપાસ લિસ્ટ થશે આ કંપનીનો IPO! આજથી દાવ લગાવી શકશે રોકાણકાર

વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે અને આ IPO પર રોકાણકાર આજથી દાવ લગાવી શકશે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (DOMS Industries Limited)નો 1200 કરોડ રૂપિયાનો IPO રિટેલ રોકાણકારો માટે આજથી ઓપન થઈ રહ્યો છે. આ IPOના માધ્યમથી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 0.4 કરોડ ફ્રેશ શેર અને 1.08 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ જાહેર કરશે. રોકાણકારો પાસે આ IPOને 15 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરવાનો અવસર છે.


શું છે પ્રાઇઝ બેન્ડ:

શું છે પ્રાઇઝ બેન્ડ:

કંપનીએ 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા શેર માટે 750 રૂપિયાથી 790 રૂપિયા સુધી પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક લોટમાં 18 શેર રાખવામાં આવ્યા છે. આ કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,220 રૂપિયાનો દાવ લગાવવા પડશે. તો કોઈ પણ રિટેલ રોકાણકાર 14 લોટ પર રક સાથે દાવ લગાવી શકે છે. રિટેલ રોકાણકારો માટે IPOનો 10 ટકા હિસ્સો અનામત કરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે કંપનીએ દરેક શેર પર 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. IPO બાદ પ્રમોટર્સના શેર હોલ્ડિંગ્સ 100 ટકાથી ઘટીને 74.97 ટકા થઈ જશે.


ગ્રે માર્કેટમાં કંપનીનો કહેર:

ગ્રે માર્કેટમાં કંપનીનો કહેર:

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO ગ્રે માર્કેટમાં 495 રૂપિયાના પ્રીમિયમ ટ્રેડ કરી રહ્યો છે એટલે કે જો આ જ ટ્રેન્ડ કંપનીની લિસ્ટિંગ સુધી રહ્યો તો શેર બજારમાં આ IPO 1,285 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, શેરોનું અલોટમેન્ટ 18 ડિસેમ્બર અને લિસ્ટિંગ 20 ડિસેમ્બરે સંભવ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top