Gujarat: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા-24 કલાકમાં વરસાદે કરી સર્જીકલ સ્ટ્રાઇક!

Gujarat: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા-24 કલાકમાં વરસાદે કરી સર્જીકલ સ્ટ્રાઇક!

06/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા-24 કલાકમાં વરસાદે કરી સર્જીકલ સ્ટ્રાઇક!

વાપી તાલુકામાં 7 ઈંચ તેમજ કપરાડામાં 9.5 ઈંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા-24 કલાકમાં વરસાદે સર્જીકલ સ્ટ્રાઇક કરી. વલસાડ જિલ્લાના વાપીમાં જળબંબાકાર વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. મહાનગર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  


આજે વાપીમાં વહેલી સવારથી અધધ વરસાદ!

આજે વાપીમાં વહેલી સવારથી અધધ વરસાદ!

વલસાડ જિલ્લાના વાપીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વાપીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. લોકોને ભરેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. શહેરમાં ચલા વિસ્તારની હાલત વરસાદને કારણે ખરાબ થઈ હતી. ચલા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. પાણીમાં કેટલાક વાહનો પણ ડૂબ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદને કારણે રેલવે અંડરપાસમા પણ પાણી ભરાયા હતાં.

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો અને પારડી તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.


૨૦ જૂનના રોજ સવાર સુધી કયા કયા શહેરો વરસાદમાં થયા તરબોળ?

૨૦ જૂનના રોજ સવાર સુધી કયા કયા શહેરો વરસાદમાં થયા તરબોળ?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે 6 કલાક સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં 4 ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના 7 તાલુકામાં બે ઇંચથી વધુ, 12તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 72 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 23 જિલ્લાના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top