Gujarat: અકસ્માતમાં દીકરાનું મોત થઈ ગયું તો પરિવારજનોએ તેની ફેવરિટ બાઈક સાથે જ દફનાવી દીધી

Gujarat: અકસ્માતમાં દીકરાનું મોત થઈ ગયું તો પરિવારજનોએ તેની ફેવરિટ બાઈક સાથે જ દફનાવી દીધી

06/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: અકસ્માતમાં દીકરાનું મોત થઈ ગયું તો પરિવારજનોએ તેની ફેવરિટ બાઈક સાથે જ દફનાવી દીધી

Road Accident: નડિયાદ પાસે આવેલા ઉત્તરસંડા ગામમાં એક માર્મિક અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં 18 વર્ષીય ક્રિશ પરમારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. ક્રિશના મોત બાદ, તેના પરિવારે તેને તેની બાઇક સાથે દફનાવ્યો. ક્રિશને પોતાની બાઇક સાથે ખૂબ લગાવ હતો. આ નિર્ણયથી ત્યાં હાજર બધાની આંખોમાં આંસુ આવી ગયા. ક્રિશ પરમાર સંજયભાઈ સુલેમાનભાઈ પરમારનો એકમાત્ર પુત્ર હતો. તેણે તાજેતરમાં જ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને આગળ BCAનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યો હતો.


આ અકસ્માત 26 મેના રોજ થયો હતો

આ અકસ્માત 26 મેના રોજ થયો હતો

26 મેના રોજ તે આણંદની એક કોલેજમાં રજીસ્ટ્રેશન કરાવવા ગયો હતો. પરત ફરતા રાત્રે લગભગ 8:00 વાગ્યે તેની બાઇક ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર હતી કે ક્રિશને માથામાં અને શારીરિક રીતે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાકીદે લાંભવેલ રોડ પર આવેલી એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ બચાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન ક્રિશનું મોત થઈ ગયું થઈ ગયું. ક્રિશના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, પરંતુ આ દુઃખના સમયમાં પણ, પરિવારે તેની છેલ્લી ઇચ્છા અને પસંદગીનું સન્માન કર્યું. અંતિમ સંસ્કાર દરમિયાન, ન માત્ર તેના કપડાં, શૂઝ અને ચશ્મા તેની સાથે જ દફનાવવામાં આવ્યા, પરંતુ તેમની પ્રિય બાઇક પણ કબરમાં રાખી દેવામાં આવી હતી.


પિતાએ જણાવ્યું- બાઇક શા માટે દફનાવવામાં આવી

પિતાએ જણાવ્યું- બાઇક શા માટે દફનાવવામાં આવી

ક્રિશના પિતા સંજયભાઈ પરમારે કહ્યું કે, તેને બાઇક ચલાવવાનો ખૂબ શોખ હતો. અમારી પાસે કાર પણ હતી, પરંતુ તે હંમેશાં બાઇકથી જવાનું પસંદ કરતો હતો. અમે ઇચ્છતા હતા કે તેની પ્રિય વસ્તુઓ તેના મૃત્યુ બાદ પણ તેની સાથે રહે. એટલે અમે તેની બાઇક તેની સાથે દફનાવી. ગ્રામજનો અને સંબંધીઓએ પણ આ અનોખી વિદાયને ખૂબ જ ભાવનાત્મક અને માર્મિક ગણાવી. જ્યારે ક્રિશની બાઇક તેની કબરમાં મૂકવામાં આવી ત્યારે ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top