ભંગારવાળો પણ નીકળ્યો પાકિસ્તાની જાસૂસ, પાક. અધિકારીઓને જણાવતો હતો ભારતનું સિક્રેટ, ATSએ દબોચ્યો
તાજેતરના દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પાકિસ્તાની જાસૂસો પકડાઈ જવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ ATSની ટીમે પાકિસ્તાન માટે જાસૂસી કરતા મોહમ્મદ હારુનની ધરપકડ કરી. આમ હારૂન દિલ્હીનો રહેવાસી છે અને ભંગાર લેવાનું કામ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હારૂન પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત કર્મચારી મુઝમ્મલ હુસૈનના સંપર્કમાં હતો.
તે મુજમ્મલ સાથે મળીને તે પાકિસ્તાનના વિઝા અપાવવાના નામે ગેરકાયદેસર વસૂલી કરતો હતો. હારૂન રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી અને સુરક્ષા સંબંધિત માહિતી પાકિસ્તાનના લોકોને મોકલી રહ્યો હતો. મોહમ્મદ હારુનના સંબંધીઓ પાકિસ્તાનમાં છે, જેના કારણે તે વારંવાર પાકિસ્તાન જતો-આવતો રહેતો હતો. આ દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી મુઝમ્મલ હુસૈન સાથે થઈ.
ત્યારબાદ, તેણે પાકિસ્તાનના વિઝા અપાવવાના નામે ઘણા લોકો પાસેથી અલગ-અલગ ખાતામાં પૈસા વસૂલ્યા હતા. હારુન પર મુઝમ્મલ સાથે દેશની આંતરિક સુરક્ષા સંબંધિત માહિતી શેર કરવાનો આરોપ છે. મુઝમ્મલ હુસૈને ભારતને અસ્થિર કરવા અને આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે માહિતીનો ઉપયોગ કર્યો હતો. મુજમ્મલના કહેવા પર હારુને તેને ઘણા બેન્ક ખાતા પણ ઉપલબ્ધ કરાવ્યા. આ ખાતાઓમાં મુઝમ્મલે વિઝા પ્રાપ્ત કરનારા પોતાના ગ્રાહકો પાસેથી પૈસા જમા કરાવ્યા હતા.
તો થોડું કમિશન લઈને હારુને મુજમ્મલે બતાવેલા સ્થળે અને વ્યક્તિને આ પૈસા રોકડામાં આપ્યા. આ પૈસાનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં થઈ રહ્યો હતો. મુઝમ્મલ હુસૈનને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ ગુરુવારે સાંજે વારાણસીથી ATS દ્વારા તૈફુલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ, મુરાદાબાદના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે એક વેપારી હતો અને વ્યવસાયિક હેતુ માટે પાકિસ્તાન જતો-આવતો રહેતો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp